7TH PAY COMMISSION: કર્મચારીઓના ખાતામાં આવશે મોટી રકમ! મોંઘવારી ભથ્થાની સાથે 18 મહિનાનું બાકી ડીએ એરિયર પણ મળશે
કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. અત્યાર સુધીના ડેટા પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. સરકારની જાહેરાત બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ જશે.
Trending Photos
નવી દિલ્હીઃ મોંઘવારીના સમયમાં હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ મળવાની છે. જેનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે. સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરશે. કર્મચારીઓને હોળી પહેલા આ ખુશખબર મળી શકે છે.
આ સિવાય કેન્દ્રીય કર્મચારીઓનું બાકી રહેલું ડીએ એરિયર પણ જલ્દી મળવાનું છે, જે રકમ મોંઘવારીમાં બૂસ્ટર ડોઝ સાબિત થશે. લોકસભા ચૂંટણી પહેલા આ મોટી ભેટ આપવાની સંભાવના બની રહી છે, જેનાથી કર્મચારીઓને બમ્પર ફાયદો મળવાનો છે.
સરકારે સત્તાવાર રૂપે તેની જાહેરાત કરી નથી, પરંતુ મીડિયાના રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલા ડીએ એરિયરના પૈસા એકાઉન્ટમાં આવશે, તે જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો જરૂરી છે.
ડીએમાં થશે આટલા ટકાનો વધારો
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખજાનો ખુલશે, જેનાથી મોટી સંખ્યામાં કર્મીઓને ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરશે, એટલે કે કર્મચારીઓના બેસિક પગારમાં વધારો થઈ જશે.
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ જશે. વર્તમાનમાં કર્મચારીઓને 46 ટકા ડીએનો લાભ મળી રહ્યો છે. સાતમાં પગાર પંચના નિયમાનુસાર એક વર્ષમાં મોંઘવારી ભથ્થામાં બે વખત વધારો કરવામાં આવે છે, જેના દર 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગૂ થાય છે. હવે સરકાર ડીએમાં વધારો કરશે તે 1 જાન્યુઆરી 2024થી લાગૂ થશે.
એકાઉન્ટમાં આવી જશે બાકી ડીએ એરિયરના પૈસા
કેન્દ્ર સરકાર જલ્દી બાકી રહેલા ડીએ એરિયરના પૈસા પણ એકાઉન્ટમાં જમા કરી શકે છે, જેનાથી કર્મચારીઓને મોટી રકમ મળી શકે છે. સરકાર 18 મહિનાના બાકી ડીએ એરિયરની જાહેરાત કરી શકે છે.
કોરોના વાયરસ સંક્રમણ કાળમાં સરકારે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2024 સુધીના ડીએ એરિયરના પૈસા આપ્યા નથી, ત્યારબાદથી કર્મચારી વર્ગ સતત મહેનત કરી રહ્યો છે. કર્મચારીઓ સરકાર પાસે આ બાકી ડીએ એરિયરની માંગ પણ કરી રહ્યાં છે. જો સરકાર આ જાહેરાત કરે તો કર્મચારીઓના ખાતામાં 2 લાખથી વધુ રૂપિયા આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે