Gautam Adani ની કંપનીનો મોટો નિર્ણય, 20 હજાર કરોડના FPO ને કર્યો રદ્દ
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે એફપીઓ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ સંપૂર્ણ રીતે સબ્સક્રાઇબ કરેલા એફપીઓને રદ્દ કરી દીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Adani Enterprises FPO: અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે (એફપીઓ) સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કંપનીએ સંપૂર્ણ રીતે સબ્સક્રાઇબ કરેલા એફપીઓને રદ્દ કરી દીધો છે. કંપનીએ આપેલા સત્તાવાર નિવેદન પ્રમાણે, જે રોકાણકારોએ અદાણી ગ્રુપના એફપીઓમાં પૈસા લગાવ્યા છે, તેને જલદી રકમ પરત આપી દેવામાં આવશે. આ વચ્ચે શેર બજારને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબી, અદાણી સમૂહમાં શેરમાં ઘટાડાની તપાસ કરી રહી છે. રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેબી અદાણી સમૂહની કંપનીઓના શેરમાં ઘટાડા સિવાય એફપીઓમાં કોઈપણ સંભવિત અનિયમિતતાની તપાસ કરી રહી છે. પરંતુ અદાણી સમૂહ અને સેબીના પ્રવક્તાઓએ આ મામલામાં હજુ સુધી જવાબ આપ્યો નથી.
જાણવા મળેલી વિગત મુજબ અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા લોન્ચ કરવામાં આવેલા રૂપિયા 20000 કરોડના FPOને આજે કંપનીના બોર્ડ મિટિંગમાં કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલે FPOના છેલ્લા દિવસે કંપનીએ જાહેર કર્યું હતું કે, તેનો FPO પુરો છલકાઈ ગયો છે અને આજે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ભારે ઘટાડો પણ થયો હતો. કંપનીએ ઇન્વેસ્ટરોના હિતમાં નિર્ણય લીધો છે તેવું પ્રેસ રિલીઝ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયથી આવતીકાલે માર્કેટ ઉપર કેવી અસર પડશે? તેના પર રોકાણકારોમાં અત્યારથી જ ચર્ચા થઈ રહી છે.
હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક પછી એક આંચકા મળી રહ્યા છે. તેમની કંપનીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન, અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે એફપીઓ લાવવાની યોજના રદ કરી છે. શેરબજારમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું કે, એફપીઓમાં જે રોકાણકારોએ સબ્સક્રિપ્શન કર્યું છે તેને તેના પૈસા પરત કરી દેવામાં આવશે.
અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 35 ટકાનો ઘટાડો
ક્રેડિટ સુઇસ ગ્રુપ એજીથી જોડાયેલા સમાચાર સામે આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝના શેર બુધવારે કારોબાર દરમિયાન 34.3 ટકા તૂટ્યા હતા. કારોબારના અંતમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેર 28.45 ટકાના ઘટાડા સાથે 2128.70 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના શેર આશરે 20 ટકાના ઘટાડા સાથે 492.15 રૂપિયા પર બંધ થયા હતા. તો અદાણી ટોટલ ગેસના શેર 10 ટકા લોઅર સર્કિટની સાથે 1901.65 રૂપિયા પર બંધ થયા હતા.
અદાણીની નેટવર્થમાં ઘટાડો
શેરમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે અદાણી ટોપ-10 ધનીકોના લિસ્ટમાંથી પણ બહાર થઈ ગયા હતા, તો હવે 15માં સ્થાને ખસી ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઇમ બિલેનિયર્સ ઇન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા 24 કલાકમાં 13.1 અબજ ડોલરનો ઘટાડો થયો છે અને હવે તેમની કુલ સંપત્તિ માત્ર 75.1 અબજ ડોલર રહી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે