ટેલિકોમ સેક્ટરમાં ફરી શરૂ થશે ટેરિફ વોર, અદાણી ગ્રુપ 5G સ્પેક્ટ્રમ મેળવવાની તૈયારીમાં
અદાણી ગ્રુપ હવે ટેલીકોમ સેક્ટરમાં પણ પગ જમાવવાની તૈયારીમાં છે. અદાણી ગ્રુપે આ મહિનામાં થનાર 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી છે. અદાણી ગ્રુપે 8 જુલાઇ, 2022 ના રોજ 5G સ્પેક્ટ્રમની થનારી હરાજીમાં ભાગ લેવા માટે ટેલિકોમ વિભાગ પાસે અરજી જમા કરાવી હતી.
Trending Photos
Adani Group In Telecom Sector: અદાણી ગ્રુપ હવે ટેલીકોમ સેક્ટરમાં પણ પગ જમાવવાની તૈયારીમાં છે. અદાણી ગ્રુપે આ મહિનામાં થનાર 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી છે. અદાણી ગ્રુપે 8 જુલાઇ, 2022 ના રોજ 5G સ્પેક્ટ્રમની થનારી હરાજીમાં ભાગ લેવા માટે ટેલિકોમ વિભાગ પાસે અરજી જમા કરાવી હતી. જોકે જે કંપનીઓને 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવો છે તેમને 8 જુલાઇ સુધી ટેલિકોમ વિભાગ પાસે અરજી કરવાની હતી. માનવામાં આવી રહ્યું છે કે ત્રણેય ઉપલબ્ધ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતીય એરટેલ અને વોડાફોન આઇડીયા ઉપરાંત ગૌતમ અદાણીની અદાણી ગ્રુપ પણ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા જઇ રહ્યા છે.
ટેલિકોમ વિભાગના અનુસાર 5G સ્પેક્ટ્રમમાં ભાગ લેનાર કોઇપણ નવી કંપનીને યૂનિફાઇડ લાઇસન્સ લેવા પડશે જેના દ્રારા દેશની કોઇપણ ભાગમાં એક્સેસ સર્વિસ, મોબાઇલ, અથવા ડેટા સર્વિસ પુરી પાડવી પડશે. યૂનિફાઇડ કોઇપણ ભારતીય કંપનીને જ આપવામાં આવશે. કોઇપણ વિદેશી કંપની યૂનિફાઇડ લાઇસન્સ માટે અરજી કરી શકે છે તો તેને દેશમાં નવી કંપની બનાવવી પડશે અથવા કોઇપણ ભારતીય કંપનીનું અધિગ્રહણ કરવું પડશે.
અદાણી ગ્રુપે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવાને લઇને અત્યાર સુધી કોઇપણ નિવેદન જાહેર કર્યું નથી. જોકે 12 જુલાઇ 2022 ના રોજ આ ખુલાસો થઇ જશે. કારણ કે 5G સ્પેક્ટ્રમ હરાજીની ટાઇમલાઇન અનુસાર ભાગ લેનાર કંપનીઓની જાણકારી આ દિવસે સાર્વજનિક કરવામાં આવશે. 26 જુલાઇ 2022 થી 5G સ્પેક્ટ્રમની હરાજી શરૂ થશે અને લગભગ 4.3 લાખ કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ હરાજી માટે બ્લોક પર રાખવામાં આવશે. જોકે અદાણી ગ્રુપના 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવાથી ટેલિકોમ સેક્ટરમાસં ફરીથી ટેરિફ વોર શરૂ થવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે