વાહ! ગુજરાતની અમૂલ ડેરીએ અમેરિકા-ચીનને પછાડી બની દુનિયાની નંબર વન બ્રાન્ડ!
Amul Dairy Brand: અમૂલનો દબદબો ભારતમાં પહેલા જ છે, હવે દુનિયાએ અમૂલની બાદશાહત સ્વીકારી લીધી છે. ગુજરાતની સૌથી મોટી અમૂલે દુનિયામાં ડંકો વગાડ્યો છે. બ્રાન્ડ ફાઈનેસના રિપોર્ટમાં અમૂલને AAA+ રેટિંગ મળ્યું છે, આ ઉપરાંત કંપનીની બ્રાન્ડ વેલ્યૂ પણ હવે વધીને 3.3 અરબ ડોલર બની ચૂકી છે
Trending Photos
Strongest Food Brand : અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા... આ એડ આપણા દિલોદિમાગ પર છવાઈ ગઈ છે. પરંતું અમૂલ બ્રાન્ડ હવે માત્ર દેશમાં જ નહિ, દુનિયાભરમાં અમૂલનો દબદબો છે. હવે અમૂલ દુનિયાની સૌથી મજબૂત બ્રાન્ડ બની ગઈ છે. તેને બ્રાન્ડ ફાઈનેસની એક રિપોર્ટમાં AAA+ નું રેટિંગ મળ્યું છે. આ ઉપરાંત કંપનીની બ્રાન્ડ વેલ્યૂ હવે વધીને 3.3 અરબ ડોલર થઈ ચૂકી છે. કંપનીએ ગત વર્ષે લિસ્ટમાં નંબર વન રહેલી હર્શીઝની બ્રાન્ડને પછાડીને નવું સ્થાન મેળવ્યું છે.
નંબર વન કંપની બની અમૂલ
અમૂલનો ઈતિહાસ લગભગ 70 વર્ષ જૂનો છે. બ્રાન્ડ ફાઈનેસની ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 અનુસાર, અમૂલ હવે દુનિયાની સૌથી મજબૂત બ્રાન્ડ બની ચૂકી છે. બ્રાન્ડ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ પર તેનો સ્કોર 100 માંથી 91 રહ્યો છે. આ સાથે જ કંપનીને AAA+ રેટિંગ પણ મળ્યું છે વર્ષ 2023 ની સરખામણીમાં અમૂલની બ્રાન્ડ વેલ્યૂ આ વર્ષે 11 ટકા વધીને હવે 3.3 અરબ ડોલર થઈ ચૂકી છે. જોકે, બ્રાન્ડ વેલ્યૂની કંપનીના ટર્નઓવર સાથે કોઈ લેવાદેવા નથી. ફાઈનાન્શિયલ વર્ષ 2022-23 માં અમૂલનું વેચાણ 18.5 ટકા વધીને 72,000 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ હતું.
અમૂલ પછી ચીનની બે કંપનીઓ
અમૂલ પછી ચીનની મેંગનીયુ ડેરી અને યિલી બીજા અને ત્રીજા સ્થાને છે. આ યાદીના ટોપ 10માં ભારત, વિયેતનામ, સાઉદી, ફિનલેન્ડ અને ડેનમાર્કની એક-એક કંપનીનો સમાવેશ થાય છે. અમૂલની બ્રાન્ડ વેલ્યુ વધીને $3.3 બિલિયન થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે અમૂલે હર્શીઝને હરાવીને નંબર 1નો ખિતાબ જીત્યો છે.
ડેરી માર્કેટમાં અમૂલનો ડંકો
બ્રાન્ડ ફાઈનેસના રિપોર્ટમાં અમૂલને હર્શીઝની સાથે AAA+ રેટિંગ આપવામાં આવ્યું છે. પરંતું હર્શીઝની બ્રાન્ડ વેલ્યૂ 0.5 ટકા ઘટીને 3.9 અરબ ડોલર થઈ ગઈ છે. તેથી હવે આ વર્ષે હર્શીઝ લિસ્ટમાં બીજા નંબર પર ધકેલાયું છે. અમૂલ ભારતના ડેરી માર્કેટનો બેતાજ બાદશાહ છે. મિલ્ક માર્કેટમાં તેની હિસ્સેદારી 75 ટકા, બટર માર્કેટમાં 85 ટકા અને ચીઝ માર્કેટમાં 66 ટકા છે.
ભારતમાં હનિમૂન મનાવીને પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો ગુજરાતી યુવક!
નેસ્લે દુનિયાની સૌથી મૂલ્યવાન ફૂડ બ્રાન્ડ
આ લિસ્ટમાં નેસ્લે દુનિયાની સૌથી મૂલ્યવાન ફૂડ બ્રાન્ડ જાહેર કરાઈ છે. તેની માર્કેટ વેલ્યૂ ગત વર્ષની સરખામણીમાં 7 ટકા ઘટીને 20.8 અરબ ડોલર આંકવામાં આવી છે. 12 અરબ ડોલરના વેલ્યુએશનની સાથે લેઝ કંપની લિસ્ટમાં બીજા નંબર પર મૂકાઈ છે. નોન આલ્કોહોલિક બેવરેજિસ સેક્ટરમાં કોકાકોલા નંબર 1 અને પેપ્બી બીજા નંબર પર આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે