Astro Tips: આ અદ્ભુત સંકેત મળે તો સમજી લેવું ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી
Astro Tips: હિંદૂ ધર્મમાં રોજ પૂજા-પાઠ કરવાનું મહત્વ છે. રોજ ઘરમાં પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન તમારી પૂજા સ્વીકારી કે નહીં તે વાત તમને કેટલાક સંકેત પરથી જાણવા મળી શકે છે.આજે તમને આ સંકેતો વિશે જણાવીએ.
Trending Photos
Astro Tips: સનાતન ધર્મમાં સવારે અને સાંજે ઘરમાં ભગવાનની પૂજા કરવાને મહત્વ આપવામાં આવે છે. મોટાભાગના લોકો સવારે અને સાંજે ઘરમાં પૂજા કરતા પણ હોય છે. ઘરના મંદિરમાં રોજ પૂજા-પાઠ થતા હોય છે. રોજ ભગવાનની ભક્તિ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. દેવી-દેવતાઓની કૃપાથી સંકટથી મુક્તિ મળે છે. ઘરમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે. પરંતુ પૂજા સફળ થઈ કે નહીં તેનો સંકેત પણ ભગવાન આપે છે. ભગવાન પૂજા સ્વીકાર કરે ત્યારે આ પ્રકારના સંકેત મળે છે.
પૂજા સફળ થયાના સંકેત
શાસ્ત્રોમાં કેટલાક સંકેતો અને ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે જે જણાવે છે કે તમે કરેલી પૂજા સફળ થઈ કે નહીં. સાથે જ પૂજાથી ભગવાન પ્રસન્ન થયા છે તે વાત પણ કેટલાક સંકેત પરથી જાણવા મળે છે.
1. જો પૂજા દરમિયાન કરેલા દીવાની જ્યોત ઉપરની તરફ પ્રકાશિત થાય અને લાંબા સમય સુધી એમ જ રહે તો માનવું કે ભગવાન પ્રસન્ન છે.
2. જો પૂજા દરમિયાન આંખમાં આંસૂ આવી જાય, કે તમે ભક્તિમાં ભાવુક થઈ જાવ તો સમજવું કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે.
3. પૂજા દરમિયાન ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ તે પૂજા સફળ થયાનો સંકેત હોય છે.
4. પૂજા દરમિયાન ભગવાનની તસવીર કે મૂર્તિ પરથી ફૂલ નીચે પડે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમને ટુંક સમયમાં લાભ થશે.
5. જો ઘરમાંથી બહાર નીકળો અને નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે શિવજી તમારા પર પ્રસન્ન છે.
6. જો ઘરની સામે સફેદ ગાય આવે, ગાય પોતાના વાછરડાને દૂધ પિવડાવે તો તે શુભ ગણાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે