રાજકોટમાં યુવતી પર હોટલમાં દુષ્કર્મ: પૂર્વ પ્રેમીએ ગર્લફ્રેન્ડ સાથે મળી કર્યો 'કાંડ', ન્યૂડ વિડીયો મોકલી ખંડણી માંગી
મૂળ ભાણવડ પંથકની વતની અને રાજકોટમાં અભ્યાસ કરતી કોલેજીયન યુવતીને રેસ્ટોરન્ટમાં મળેલા યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ એક હોટલમાં લઈ જઈ શખ્સે શરીર સબંધ બાંધી ન્યૂડ વિડીયો ઉતારી લીધો
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોલેજિયન યુવતીને એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ન કરવાની લાલચ આપી હોટલમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારી તેનો ન્યૂડ વીડિયો પણ બનાવી લીધો હતો. બાદમાં યુવતીએ સંબંધ તોડી નાખતા આ શખ્સે તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને યુવતીને બ્લેકમેઈલ કરી તેની પાસે પાંચ લાખની માગણી કરી હતી. જેથી પીડિતાએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંટી-બબલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે કોણ છે આ શખ્સ અને શા માટે યુવતીને બ્લેક મેઈલ કરતો?
રાજકોટ પોલીસના જાપતામાં રહેલા આ શખ્સને જુઓ..જેનું નામ છે તુષાર વજાણી... આરોપી તુષાર વજાણીએ તેની ગર્લફ્રેન્ડ કોમલ દાફડા સાથે મળી પૂર્વ પ્રેમિકાને બ્લેકમેઇલ કરી રૂપિયા 5 લાખની માંગણી કરવાનો આરોપ છે. પીડીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પીડીતાએ કહ્યું હતું કે, આજથી ત્રણ મહિના પહેલાં આજી ડેમ પાસે આવેલી રોયલ રાજ હોટલે તેના મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગઈ હતી. જ્યારે આરોપી તુષાર પણ ત્યાં આવ્યો હતો અને યુવતીની જાણ બહાર તેનો મોબાઈલ નંબર લઈ પોતાનું નામ લક્કી જણાવ્યું હતું .
થોડા સમય બાદ આરોપી તુષારે યુવતીને વ્હોટ્સએપમાં મેસેજો કરતા યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો. અવાર નવાર ફોન અને મેસેજ કરી યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ યુવતી જ્યાં ટ્યૂશન ક્લાસીસ કરાવવા માટે જતી હતી. ત્યારે આરોપી તેને લાઈક કરે છે તેવું કહ્યું હતું. પરંતુ યુવતીએ આરોપીને તેના પર વિશ્વાસ નથી તેવો જવાબ આપ્યો હતો. જેથી આરોપીએ પોતાનું નામ લક્કી નહીં, પરંતુ સાચું નામ તુષાર વજાણી છે તેમ જણાવી આધારકાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ સમય જતાં તુષારે તેને વ્હોટ્સએપમાં મેસેજ કરી વાત શરૂ કરી દીધી હતી અને પોતે તેણી સાથે લગ્ન કરશે તેવા વાયદાઓ આપ્યા હતા.
બાદમાં બંને ફૂલછાબ ચોક નજીક આવેલી પર્લ પેલેસ હોટલમાં મળ્યા હતા અને ત્યાં બે દિવસ માટે રોકાયા હતા. જ્યાં આરોપી તુષારે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જે યુવતીને પસંદ ન આવતાં તુષાર સાથે તેણે સંબંધ ઓછો કરી નાખ્યો હતો. તેમ છતાં આરોપી તુષાર અને તેની પ્રેમિકા કોમલ મેસેજ કરી ન્યૂડ વિડીયો મોકલી બ્લેક મેઈલ કરતા હતા. વિડીયો વાયરલ થતો રોકવા 5 લાખની માંગણી કરી હતી. પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી આરોપીઓને દબોચી લીધા હતા.
ACP મુનાફ ખાન પઠાણે જણાવ્યું હતું કે, યુવતીને એક દિવસ અજાણ્યા મોબાઈલ નંબર પરથી વ્હોટ્સએપમાં ગાળો લખી તેની સાથે એક વીડિયો આવ્યો હતો. જે તેણે ખોલતા તે વીડિયોમાં તેણી નગ્ન જોવા મળી હતી. બાદમાં આ વીડિયોનું રેકોર્ડિંગ પોતે કરીને આ સમગ્ર વાત તેની બહેનપણીને કરી હતી. ત્યારબાદ યુવતીને તુષાર વજાણીની ગર્લફ્રેન્ડ કોમલ દાફડાએ વ્હોટ્સએપમાં ફોન કર્યો હતો અને આ વીડિયો વાઈરલ કરી નાખવાની તેમજ યુવતીના ભાઈને મોકલવાની ધમકીઓ આપી 5 લાખની માંગણી કરી યુવતીને બ્લેકમેઈલ કરી હતી. જેથી યુવતીએ આ મામલે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બન્ને આરોપી તુષાર અને તેની પ્રેમિકા કોમલ દાફડાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
હાલ આરોપી તુષાર અને તેની પ્રેમિકા કોમલ દાફડાની પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. બ્લેકમેઇલ કરનાર તુષાર પાસે થી પોલીસે ન્યૂડ વિડીયો ડીલીટ કરી નાખ્યો છે. પરંતુ આ ઘટના થી સારા ઘરની યુવતીએ શીખ લેવાની જરૂર છે. પ્રેમ સબંધના નામે યુવતીઓને ફસાવી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે આ ઘટના યુવતીઓ માટે લાલબત્તી સમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે