'હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે', હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ
ગૃહરાજ્યમંત્રીએ મહિલાઓને એક્શનમાં આવવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે " બહેનો હાથમાં લાકડી લઇને બેસે તો કોઇ પિચકારી મારશે ? બધી બહેનો ભેગી થઇને નીચે બેસો હાથમાં દંડો લઇને. કોઇ ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે, એ બિલ્ડીંગની બહાર જ ચૂપચાપ થૂંકીને આવશે"
Trending Photos
ઝી બ્યુરો/સુરત: આમ જોવા જઈએ તો સુરત સ્વસ્છતા માટે જાણીતું શહેર છે. પરંતુ વાસ્તવિક સુરત કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યું છે. સુરત શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઠેરઠેર ગંદકી અને ઉકરડા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંદકીને લઇને મહિલાઓએ ફરિયાદ કરતા કડકાઇ દર્શાવી હતી અને મહિલાઓને ધોકો લઇને બેસવાની સલાહ આપી હતી. હર્ષ સંઘવીએ સ્વચ્છતના અંગે મહિલાનો સલાહ આપી છે કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ પિચકારીઓ મારેને મહિલાઓ એક ધોકા લઈને જવાનું. ધોકો લઈને જશો તો આદત છૂટી જશે. સોસાયટીની બહાર થૂંકવાથી બીમારીઓ ફેલાય છે.
બીજાના ઘરોની વાતોથી બહાર આવીને બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે: હર્ષ સંઘવી
સુરતમાં મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાળકોમાં મોબાઇલનું દૂષણ અટકાવવા વાલીઓને સલામ છે. આજના જમાનામાં તમારા પૌત્ર, પુત્રીઓને તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઇલમાં શું જોજો કરો છો? આ તકલીફ મારા ઘરમાં પણ હશે અને તમારા ઘરમાં પણ હશે, આ તમે અનુભવતા હશો. ત્યારે હર્ષ સંઘવીએ મહિલાઓને જણાવ્યું હતું કે આપણે આપણા પૌત્ર-પુત્રી અને બાળકોને હાથ પકડીને તમારા બિલ્ડીંગના નીચે રમતના મેદાનોમાં અડધો કલાક લઈ જશો તો બાળકોની મોબાઇલની આદત જરૂરથી છૂટી જશે. બીજાના ઘરોની વાતોથી બહાર આવીને બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે. મહિલાઓને વિનંતી છે કે તમે લોકોએ આ દિશામાં કામ કરવું જોઈએ.
"પુરુષો પિચકારી મારે ધોકો લઇને જજો...", સુરતમાં મહિલા સંમેલનમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન...#surat #HarshSanghavi #viral #viralvideo #trending #trendingvideo #gujarat #ZEE24KALAK pic.twitter.com/WFvTDmAVar
— Zee 24 Kalak (@Zee24Kalak) January 11, 2025
જો મહિલાઓ હાથમાં ધોકા લઈને જશે તો પિચકારી મારવાનું બંધ થઈ જશે: હર્ષ સંઘવી
ગૃહરાજ્યમંત્રીએ મહિલાઓને એક્શનમાં આવવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે "બહેનો હાથમાં લાકડી લઇને બેસે તો કોઇ પિચકારી મારશે? બધી બહેનો ભેગી થઇને નીચે બેસો હાથમાં દંડો લઇને. કોઇ ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે, એ બહાર જ ચૂપચાપ થૂંકીને આવશે". હર્ષ સંઘવીએ સ્વચ્છતાને લઈને મહિલાઓને જણાવ્યું છે કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારે છે, તો તેમણે સુધારવા મહિલાઓએ એક ધોકા લઈને જવાનું...ધોકા લઈને જસો તો ભલભલાની આદત છૂટી જશે. સોસાયટીની બહાર થુંકવાથી, ગંદકી કરવાથી બીમારીઓ ફેલાય છે. પરંતુ જો મહિલાઓ હાથમાં ધોકા લઈને જાવ તો પિચકારી મારવાનું બંધ થઈ જશે.
જો નામ બદલીને દીકરીને કોઈ પ્રેમજાળમાં ફસાવશે તો છોડવામાં નહીં આવે: હર્ષ સંઘવી
સુરતમાં મહિલા સંમેલનમાં હાજર રહેલા ગૃહ રાજ્યમંત્રીએ દીકરીની સુરક્ષા માટે લોકોને અપીલ કરી છે...હર્ષ સંઘવીએ કહ્યું--'પીડિત દીકરીના પરિવારના સહયોગમાં ઊભા રહેવાની જરૂર છે...'દીકરીની સુરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ ધારણ કરો'...પીડિતાનો હાથ પકડીને પોલીસ સ્ટેશન લઈ જાઓ...પરિવારની ટીકા ન કરવી જોઈએ...સાથે જ હર્ષ સંઘવીએ એ પણ કહ્યું--જો નામ બદલીને દીકરીને કોઈ પ્રેમજાળમાં ફસાવશે તો છોડવામાં નહીં આવે...
મહત્વનું છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમનાં અંતમાં મહિલાઓના આશીર્વાદ લીધા હતા. મહિલાઓના પગે લાગી મહિલાઓનું સમ્માન કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે