સુરતમાં પતિ બન્યો હેવાન, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા

સુરતમાં એક પતિએ પતિ-પત્નીના પવિત્ર સંબંધોને લજવ્યા છે. હેવાન બનેલા પતિએ પત્નીની હત્યા કરી છે. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. 
 

  સુરતમાં પતિ બન્યો હેવાન, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા

સંદિપ વસાવા, સુરતઃ સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. હત્યાની આ ઘટનામાં પતિ એ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે.અને એ પણ નજીવી બાબતમાં..ત્યારે કેમ સાત જન્મોના બંધનમાં જોડાવવાના વચનો આપનાર પતિએ પત્નીની કરી હત્યા જોઈએ આ રિપોર્ટમાં....

આમતો કહેવાય છેકે પતિ પત્નીનો સંબંધ રથના પૈડા જેવો હોય છે અને આ સંબંધ વિશ્વાસ પર  ટકેલો હોય છે. પણ સુરતના ઓલપાડ તાલુકા મથકે બનેલી હત્યાની ઘટનામાં પતિ પત્નીના વિશ્વાસભર્યા સબંધમાં શંકા જતા પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઇ અને આ બોલાચાલી એટલી ઉગ્ર બની કે પતિને હત્યારો બનાવી દીધો..પતિને પોતાના પર્સમાંથી પત્ની પૈસા કાઢી લેતી હોવાની શંકા હતી...જેને લઈને બંને વચ્ચે પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં પતિએ ગુસ્સાની આગમાં નજીકમાં પડેલ તિક્ષ્ણ હથિયાર લઇ પત્નીના ગળે ઉપરા છાપરી ઘા મારી દેતા પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.. પત્નીના મોતથી ગભરાયેલો પતિ ઘટનાસ્થળથી ભાગી છુટ્યો જો કે પોલીસ દ્વારા આ હત્યારા પતિની ધરપકડ કરી લેવામાં આવી છે..

ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો આરોપી અશોક સંકટ અને તેની પત્ની હીરાબાઈ ઓલપાડ નજીક ઝૂંપડામાં રહેતા. અશોક પશુઓના વાળ ઉતારવાનો ધંધો કરતો અને પત્ની ભીખ માંગી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ બે દિવસ પહેલા અશોક અને તેની પત્ની વચ્ચે પૈસાને લઇ બોલાચાલી થઇ.. ક્રમકે પત્ની આરોપીના પર્સ માંથી પૈસા કાઢી લેતી હતી..નજીવી બાબતમાં જ પતિએ ગુસ્સામાં નજીકમાં પડેલ ચપ્પુ લઇ પત્નીના ગળા પર મારી દેતા પત્નીનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું.પત્નીના મોતથી ગભરાયેલ પતિ ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે આરોપી પતિને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે

દંપતિને એક 14 વર્ષની દિકરી પણ છે તે પાડોશમાં જઈ કોઈને બોલાવે તે પહેલા જ પિતાએ માતાને રહેંસી નાખી,,ત્યારે આટલી નાની અમથી વાતમાં પરિવારનો માળો વિંખાઈ જતાં હવે દિકરી નોંધારી બની છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news