મહાકુંભ: પ્રયાગરાજ જંકશન સ્ટેશન બંધ કરવાના સમાચાર પર રેલ્વે મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Prayagraj Railway Station: રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે રેલ્વેએ 09 ફેબ્રુઆરી અને રવિવારના રોજ 300થી વધારે ટ્રેનોનું સંચાલન કરીને 12 લાખથી વધારે શ્રદ્ધાળુઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડ્યા હતા. જો કે રેલ્વે અધિકારી કહ્યું કે અમે ગઈકાલે એટલે કે 09 ફેબ્રુઆરીના રોજ સ્ટેશન બંધ કરી દીધું હતું.
 

મહાકુંભ: પ્રયાગરાજ જંકશન સ્ટેશન બંધ કરવાના સમાચાર પર રેલ્વે મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Prayagraj Railway Station: સ્ટેશન બંધ થવાની અફવાઓના કારણો વિશે વાત કરતા, ઉત્તર મધ્ય રેલવેના અધિકારીઓએ કહ્યું કે એક જ નામના બે સ્ટેશન છે જેમાં એક પ્રયાગરાજ જંકશન અને બીજું પ્રયાગરાજ સંગમ.  રેલ્વે મંત્રીએ કહ્યું કે પ્રયાગરાજના તમામ આઠ સ્ટેશનો પર ટ્રેનોનું સંચાલન સરળ અને ખૂબ જ સુવ્યવસ્થિત છે. રેલ્વે રાજ્ય વહીવટીતંત્ર સાથે ખૂબ જ સંકલિત રીતે કામ કરી રહી છે.

ભક્તોએ સ્ટેશન બંધ થવાની અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ: વૈષ્ણવ

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજ સ્ટેશન બંધ કરવાના સમાચારને વિશે જણાવ્યું હતું અને સોમવારે કહ્યું કે પ્રદેશના તમામ આઠ સ્ટેશનો પરથી ટ્રેનો સુચારૂ અને વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહી છે. વૈષ્ણવે રેલ ભવનમાં મીડિયાને કહ્યું કે ભક્તોએ સ્ટેશન બંધ થવાની અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે, પ્રયાગરાજના તમામ આઠ સ્ટેશનો પર ટ્રેનોનું સંચાલન સરળ અને ખૂબ જ સુવ્યવસ્થિત છે. રેલ્વે રાજ્ય વહીવટીતંત્ર સાથે ખૂબ જ સંકલિત રીતે કામ કરી રહી છે.

330 ટ્રેનો રવાના

તેમણે કહ્યું કે, ગઈકાલે એટલે કે રવિવાર અને 09 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભ ક્ષેત્ર સ્ટેશનથી 330 ટ્રેનો દેશના વિવિધ સ્થળો માટે રવાના થઈ હતી. આ ટ્રેનોમાં કુલ 12.5 લાખ શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી હતી. મહાકુંભ મેળાની શરૂઆત પહેલા, વૈષ્ણવે સ્ટેશનો પર નજર રાખવા અને રેલ્વે સેવાઓ અને મુસાફરોની સુવિધાઓની સમીક્ષા કરવા માટે રેલ ભવનમાં સ્થાપિત વોર રૂમની પણ મુલાકાત લીધી હતી. 

પ્રયાગરાજ સંગમ એક નાનું સ્ટેશન

રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રયાગરાજ જંક્શન એ મુખ્ય સ્ટેશન છે જ્યાંથી તમામ ટ્રેનો ચાલે છે જ્યારે મેલા વિસ્તારની નજીક પ્રયાગરાજ સંગમ એક નાનું સ્ટેશન છે જે દિવસમાં માત્ર બેથી ત્રણ ટ્રેનોનું સંચાલન કરે છે. તેમણે કહ્યું, ભારે ભીડ દરમિયાન, અમે આ સ્ટેશન બંધ કરીએ છીએ, જેથી દરેક ટ્રેન પ્રયાગરાજ જંક્શન પર જાય કારણ કે અહીં ટ્રેનોની અવરજવર ખૂબ જ મર્યાદિત છે, જેના કારણે ભીડને સંભાળવી મુશ્કેલ બને છે. ગઈકાલે અમે તેને બંધ કરી દીધું હતું, પરંતુ કેટલીક નવી વેબસાઇટે પ્રયાગરાજ જંકશનને બંધ જાહેર કર્યું હતું. લોકોએ પ્રયાગરાજ સંગમને પ્રયાગરાજ જંકશન સમજી લીધું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news