નાગા ચૈતન્યની 'થંડેલ'નું અલ્લુ અર્જુન અને પાકિસ્તાની જેલર સાથે શું છે કનેક્શન? અસલી કહાની જાણીને ઉડી જશે હોશ

Thandel Real Story: નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ 'થંડેલ' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે અને તાબડતોડ કમાણી પણ કરી રહી છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મનો સીધો સંબંધ અલ્લુ અર્જુન સાથે છે અને તેના કારણે જ આ ફિલ્મ બની છે.

નાગા ચૈતન્યની 'થંડેલ'નું અલ્લુ અર્જુન અને પાકિસ્તાની જેલર સાથે શું છે કનેક્શન? અસલી કહાની જાણીને ઉડી જશે હોશ

Pakistani Jailer Wanted Allu Arjun Autograph: સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ 'થંડેલ' હાલમાં જ રિલીઝ થઈ છે, જેને દર્શકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. પહેલા વીકએન્ડમાં જ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 35 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જેના પરથી તેની સફળતાનો અંદાજ લગાવી શકાય છે. આ ફિલ્મની કહાની અને એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે તેનું એક ખાસ કનેક્શન અલ્લુ અર્જુન સાથે પણ જોડાયેલું છે?

વાસ્તવમાં આ ફિલ્મ અલ્લુ અર્જુનના કારણે જ બની હતી. આ ફિલ્મનું નિર્દેશન ચંદુ મોન્દેતીએ કર્યું છે અને તેને અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મની પ્રેરણા ત્યારે મળી જ્યારે એક પાકિસ્તાની જેલરે ભારતીય માછીમારો પાસેથી અલ્લુ અર્જુનનો ઓટોગ્રાફ માંગ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ભારતના 22 માછીમારો ભૂલથી પાકિસ્તાનની સરહદ પાર કરી ગયા અને તેમને ત્યાં 13 મહિના સુધી કેદમાં રાખવામાં આવ્યા હતા.

જ્યારે જેલરે માંગ્યો અલ્લુ અર્જુનનો ઓટોગ્રાફ
જ્યારે પ્રોડ્યૂસર બની વાસને આ ઘટનાની વિશે જાણ થઈ તો તેમણે તેના પર રિસર્ચ કર્યું. ત્યારે જાણવા મળ્યું કે, તે માછીમારોને પાકિસ્તાની જેલમાં એક જેલરે મદદ કરી હતી, પરંતુ તેની એક વિચિત્ર શરત હતી કે તે અલ્લુ અર્જુનનો ખૂબ જ મોટો ફેન્સ હતો અને તેણે માછીમારોને કહ્યું કે, જ્યારે તેઓ ભારત પરત ફરે ત્યારે તેને અલ્લુ અર્જુનનો ઓટોગ્રાફ મોકલે. એવું કહેવાય છે કે, જ્યારે તમામ માછીમારો ભારત પરત ફર્યા ત્યારે તેઓએ તે પાકિસ્તાની જેલરને આપેલું વચન નિભાવ્યું હતું.

માછીમારોએ નિભાવ્યું તેમનું વચન
તેમણે કોઈક પણ રીતે અલ્લુ અર્જુન સુધી પોતાનો સંદેશ પહોંચાડ્યો અને તેનો ઓટોગ્રાફ લીધો. જ્યારે અલ્લુ અરવિંદને આ કહાની વિશે ખબર પડી ત્યારે તેમણે તેના પર ફિલ્મ બનાવવાનું વિચાર્યું અને 'થંડેલ'ની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું. આ ઘટના એ પણ દર્શાવે છે કે, અલ્લુ અર્જુનની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ મોટી ફેન ફોલોઈંગ છે. ફિલ્મ 'પુષ્પા'માં મંગલ સીનુની ભૂમિકા ભજવનાર અભિનેતા સુનીલે પણ એક ઘટના સંભળાવી હતી.

પાકિસ્તાની ફેન્સનો ખાસ અંદાજ
તેમણે જણાવ્યું કે, સ્પેનમાં કેટલાક પાકિસ્તાનીઓએ તેને ઓળખી લીધો અને તેની મદદ કરી હતી. સુનિલે જણાવ્યું કે, એકવાર જ્યારે તે રાત્રે સ્પેનમાં ભોજન શોધી રહ્યો હતો ત્યારે એક રેસ્ટોરન્ટ બંધ હતી. પરંતુ ત્યાં હાજર માલિકે તેને ઓળખી ગયો અને ફિલ્મનો સીન ફરીથી જોઈને તેની પુષ્ટિ કરી. આ પછી તેણે રેસ્ટોરન્ટ ફરીથી ખોલ્યું અને તેમના માટે રસોઈ બનાવી. આનાથી સ્પષ્ટ થાય છે કે, અલ્લુ અર્જુનના ફેન્સ માત્ર ભારત પૂરતા જ સીમિત નથી, પરંતુ પાકિસ્તાન અને દુનિયાભરમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news