ફરવા માટે 2 રૂપિયા કિલોમીટર ભાડે મળશે સરકારી ગાડી! ગુજરાતની આ પાલિકાની જાહેરાત સરકારી તિજોરી ખાલી કરાવશે?

Rajkot Mayor Kumbh Tour Controversy : આવું થોડી હોય...! રાજકોટના મેયર સરકારી ગાડી લઈ પરિવાર અને બહેનપણીઓ સાથે કુંભ ફરવા ગયા... વિવાદ થતા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને નવી જાહેરાત કરી

ફરવા માટે 2 રૂપિયા કિલોમીટર ભાડે મળશે સરકારી ગાડી! ગુજરાતની આ પાલિકાની જાહેરાત સરકારી તિજોરી ખાલી કરાવશે?

Rajkot News : રાજકોટના મેયર નયના પેઢડિયાનો કુંભ પ્રવાસમાં વિવાદમાં આવ્યો છે. પ્રજાના ટેક્સના પૈસે ચાલતી સરકારી કાર લઈને રાજકોટના મેયર મહાકુંભના પ્રવાસે જવા ઉપડી ગયા છે. ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ, મેયરના પતિ સહિત કુલ 6 મહિલા બહેનપણી સાથે પ્રવાસ કર્યો. ત્યારે સરકારી કારમાં રાજકોટના મેયરનો ખાનગી પ્રવાસ સામે અનેક સવાલો ઉઠ્યા છે. 

રાજકોટના મેયર નયનાબેનનો કુંભ પ્રવાસ વિવાદમાં આવ્યો છે. સરકારી કારમાં રાજકોટના મેયરે પ્રયાગરાજ મહાકુંભનો પ્રવાસ કર્યો. મેયરના પતિ, ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ સહિતના લોકો સાથે પ્રવાસ પર ગયા હતા. સરકારી કારમાં ખાનગી પ્રવાસ કરતા મેયર સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા સમગ્ર મામલે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો છે.  

મેયર સરકારી ગાડી વિવાદ અંગે RMC સ્ટેન્ડિંગ કમિટિની ચેરમેન જયમીન ઠાકરે ઝી ૨૪ કલાકના માધ્યમથી નવી જાહેરાત કરતા કહ્યું કે, પદાધિકારીઓને પ્રવાસ માટે સરકારી ગાડી હવેથી બજારભાવે મળશે. મેયર મંજૂરી મેળવીને રાજ્યની બહાર ગયા છે. સરકારી ગાડીના વપરાશ માટે કિલોમીટર દીઠ 2 રૂપિયા મેયરને મહાનગરપાલિકાને ચૂકવવાના રહે છે. સ્ટેન્ડીંગમાં ઠરાવ છે તે મુજબ ભાડું પણ ચૂકવવાનું રહે છે. 

તેમજ, પ્રયાગરાજ ખાતે મેયર નયનાબેન પેઢડિયાની ગાડી પર મહિલાઓના કપડા સુકાતા હોઈ તેવા ફોટો પણ સામે આવ્યા હતા. ત્યારે મેયરની ગાડી પર મહિલાઓના કપડાં સુકાવવા જયમીન ઠાકરે અયોગ્ય ગણાવ્યા હતા. 

સળગતા સવાલ 
ઉલ્લેખનીય છે કે, સરકારી ગાડીઓનો આ પ્રકારે ખાનગી ઉપયોગ કેટલો યોગ્ય. અને જો આ રીતે સરકારી ગાડીઓનો તમામ પદાધિકારીઓ ભાડે લઈને ઉપયોગ કરતા થયા, તો ગાડીઓને સરકારી કામ માટે ક્યારે વાપરવી. કોઈ સરકારી કામ માટે ગાડીની જરૂર પડી તો શું ભાડેથી ગાડીઓ લાવવાની. સ્ટેન્ડિંગ કમિટિની આ જાહેરાતથી સરકારી ગાડીઓ ખાનગી પ્રવાસમાં વપરાવા લાગશે તો મહાનગરપાલિકા ટ્રાવેલ ઓફિસ બની જશે. જ્યાં મનફાવે તેમ કોઈ પણ સરકારી અધિકારી ગાડી લઈને ફરવા ઉપડી જશે. બીજો મુદ્દો એ કે, માર્કેટમાં 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા કિલોમીટર દીઠ ગાડીઓ ભાડેથી મળે છે. ત્યારે 2 રૂપિયા કિલોમીટર દીઠ ભાડું એટલે સરકાર પર વધુ એક બોજો. આટલો સસ્તો પ્રવાસ મહાનગરપાલિકા ઓફર કરતી હોય તો, પછી કોઈ બહારની ગાડીઓ કેમ બુક કરાવે. પાલિકાઓની ગાડીઓ લઈને જ ન ફરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news