Viral News: હાઈ લા...અહીં દુલ્હન એક અઠવાડિયા સુધી કપડાં પહેરતી નથી, વરરાજા માટેનો નિયમ પણ જાણો

દરેક ધર્મના પોતાના રિતી રિવાજ હોય છે. જેને ધર્મના લોકો માને પણ છે. ભારતમાં અલગ અલગ ઠેકાણે લગ્ન માટે અલગ અલગ પરંપરાઓ જોવા મળતી હોય છે. જેમાંથી એક પરંપરા એવી પણ છે જ્યાં લગ્ન બાદ દુલ્હન એક અઠવાડિયા સુધી કપડાં પહેરતી નથી. 

Viral News: હાઈ લા...અહીં દુલ્હન એક અઠવાડિયા સુધી કપડાં પહેરતી નથી, વરરાજા માટેનો નિયમ પણ જાણો

ભારતમાં વિવિધતા ભરેલી છે. અલગ અલગ રાજ્યોમાં લગ્નોની અલગ પરંપરાઓ જોવા મળે છે. ક્યાંક લગ્ન બાદ દુલ્હનના કપડાં ફાડવાની પરંપરા છે તો ક્યાંક દુલ્હા દુલ્હનને એક રૂમમાં બંધ  કરવાનો રિવાજ છે. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા રિવાજ વિશે જણાવીશું કે જેને સાંભળીને તમે દંગ રહી જશો. 

ભારતના દરેક ભાગમાં લગ્નો ધામધૂમથી, મસ્તીથી થતા હોય છે. અહીં લગ્નોમાં દુલ્હા દુલ્હન સંલગ્ન  રસ્મોનું પણ ખુબ મહત્વ હોય છે. કેટલીક રસ્મો લગ્ન પહેલા હોય છે તો કેટલીક રસ્મો લગ્ન બાદ નિભાવવામાં આવે છે. દરેક સમુદાયની પોત પોતાની નોખી પરંપરાઓ હોય છે. જે ભારતીય લગ્નોને ખાસ બનાવે છે. 

ભારતના અલગ અલગ રાજ્યોમાં લગ્નો અંગે અનોખી અને અલગ પરંપરાઓ નિભાવવામાં આવે છે. ક્યાંક લગ્ન બાદ દુલ્હન કોઈ કપડાં પહેરતી નથી તો ક્યાંક આખો પરિવાર ભેગો થઈને દુલ્હેરાજાના કપડાં ફાડી નાખે છે. ક્યાંક દુલ્હેરાજાનું સ્વાગત ફૂલોથી નહીં પરંતુ ટામેટા મારીને થાય છે. આવી ચિત્ર વિચિત્ર પરંપરાઓ લોકોને ચોંકાવી દે છે. પરંતુ આ પરંપરાઓ ત્યાંની સંસ્કૃતિ અને માન્યતાઓનો ભાગ હોય છે. ભારતમાં દરેક લગ્ન પોતાના રીતિ રિવાજોને લીધે ખાસ હોય છે. તેમની અલગ રસ્મો ચર્ચામાં પણ રહે છે. 

નોખી પરંપરા
અમે તમને ભારતના એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં લગ્ન બાદ દુલ્હન એક અઠવાડિયા સુધી કોઈ કપડાં ન પહેરે એવી પરંપરા છે. આ દરમિયાન પતિ અને પત્ની એકબીજા સાથે ખુબ હસી મજાક કરી શકે છે પરંતુ તેમને એકબીજાથી દૂર રાખવામાં આવે છે. આ અનોખી પરંપરા વર્ષોથી આ ગામમાં ચાલતી આવે છે. લોકો આજે પણ તેને નિભાવે છે. લગ્નની આ પરંપરા અજીબ લાગે પરંતુ આ સમુદાયના લોકો તેને સંસ્કૃતિ અને માન્યતાઓનો એક  ભાગ માને છે. 

અત્રે જણાવવાનું કે હિમાચલ પ્રદેશની મણિકર્ણ ઘાટીના પિણી ગામમાં આ અનોખી પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે. આ ગામમાં લગ્ન બાદ દુલ્હનને એક અઠવાડિયા સુધી કપડાં પહેરવા દેવાતા નથી, જો કે તે ઉનથી બનેલો પટ્ટો પહેરી શકે છે. 

ફક્ત દુલ્હન જ નહીં પરંતુ દુલ્હેરાજા માટે પણ કેટલાક ખાસ નિયમો છે. જેને લગ્ન બાદ નિભાવવા જરૂરી છે. આ પરંપરા વર્ષોથી આ ગામમાં ચાલતી આવે છે અને ત્યાંના લોકો પોતાની સંસ્કૃતિનો ભાગ માને છે. આવી અનોખી રસ્તો ભારતની વિવિધતા અને પરંપરાઓને ખાસ બનાવે છે. આ પરંપરા પિણી ગામમાં શ્રાવણના પાંચ દિવસમાં નિભાવાતી રસ્તો સાથે ભળતી છે. આ પાંચ દિવસ દરમિયાન ગામની મહિલાઓ કપડાં વગર રહે છે. જ્યારે પુરુષોને દારૂ પીવાની મનાઈ હોય છે. એ જ રીતે લગ્ન બાદ પહેલા અઠવાડિયામાં પણ દુલ્હેરાજાને દારૂને હાથ લગાડવા દેવાતો નથી. 

ગામમાં એવી માન્યતા છે કે જો દુલ્હા દુલ્હન આ પરંપરાઓનું યોગ્ય રીતે પાલન કરે તો તેમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને તેમનું લગ્નજીવન સુખી રહે છે. આ પરંપરા વર્ષોથી ચાલે છે અને ગામના લોકો આજે પણ તેને આસ્થા અને પરંપરા તરીકે નિભાવે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news