ભંગાર વેચીને જીવનનિર્વાહ કરતી હતી આ અભિનેત્રી, હાલ છે કરોડોની માલિકણ, નામ જાણી ચોંકશો
ટીવીની એક અભિનેત્રીની લાઈફમાં ઘણો સંઘર્ષ રહ્યો છે પરંતુ તેનું ભાગ્ય પલટાયું અને હવે તે લક્ઝરી લાઈફ જીવી રહી છે. જાણો કોણ છે આ હસીના..
Trending Photos
ટીવી ઈન્ડસ્ટ્રીની આ અભિનેત્રીનું જીવન ખુબ સંઘર્ષમય રહ્યું છે. એટલે સુધી કે તેણે ભંગાર વેચીને જીવનનિર્વાહ કરવો પડ્યો. ત્યારબાદ ભાગ્ય એવું પલટાયું કે આજે તે કોઈ પરિચયની મોહતાજ નથી. આ અભિનેત્રી હાલના સમયમાં ટીવીની દુનિયાની જાણીતી હસ્તી હોવાની સાથે સાથે 40 કરોડ રૂપિયાની માલિકણ છે. જો કે આ અભિનેત્રીના લગ્નના 9 વર્ષ બાદ પણ શેર માટીની ખોટ છે અને તેને એ વાતનો ખુબ વસવસો છે. જાણો આ અભિનેત્રી વિશે...
ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો જન્મ 1984માં થયો હતો. હોમટાઉન ભોપાલમાં અભ્યાસ કરનારી દિવ્યાંકા ત્રિપાઠીએ વિચાર્યું પણ નહતું કે તે એક દિવસ અભિનેત્રી બનશે. તેણે પોતાની કરિયરની શરૂઆત ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્કર તરીકે કરી હતી. દિવ્યાંકાએ અનેક પીજેન્ટ્સમાં ભાગ લીધો અને અહીંથી તેનું ભાગ્ય પલટાયું અને કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને અપ્રોચ કર્યો. ત્યારબાદ તેને દુરદર્શનમાં કામ મળ્યું અને તેણે શો આકાશવાણી હોસ્ટ કર્યો. ત્યારબાદ દિવ્યાંકા ત્રિપાઠીએ યે દિલ ચાહે મોર, વિરાસત, જેવી અનેક સિરિયલોમાં નાના મોટા રોલ કર્યા.
દિવ્યાંકા ત્રિપાઠીએ સિરિયલ બનું મે તેરી દુલ્હનથી ઘરે ઘરે ઓળખ બનાવી અને ટીવીની બહુરાની બનીને લોકોના મન જીત્યા. ત્યારબાદ તેણે પાછું વળીને જોયું નથી. દિવ્યાંકા ત્રિપાઠીએ બોલીવુડ બબલને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની લાઈફની સ્ટ્રગલ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે કામ મળવાની શરૂઆતમાં ઘણા ઉતાર ચડાવ જોવા મળ્યા. એક સિરિયલ પૂરી થતા બીજી નોકરી શોધવા માટે ખુબ જદ્દોજહેમત કરવી પડતી હતી. દિવ્યાંકાએ જણાવ્યું હતું કે તેણે એવો સમય પણ જોયો હતો કે જ્યારે નાના મોટા ડબ્બા અને વેસ્ટ સામાન ભેગો કરીને ભંગાર વેચીને પૈસાનો જુગાડ કર્યો.
દિવ્યાંકા ત્રિપાઠીએ કહયું કે મારી પાસે પૈસા નહતા અને મારે મારા બિલ, ઈએમઆઈ અને અનેક જવાબદારીઓ પૂરી કરવાની હતી. મને યાદ છે કે મે ટુથપેસ્ટના ડબ્બા સુદ્ધા ભેગા કર્યા હતા જેથી કરીને તેને વેચીને પૈસા મળશે. હું આ કબાડમાં વેચીને પૈસા જોડતી હતી. દિવ્યાંકાએ ભલે આટલો સંઘર્ષ જોયો પરંતુ તેના પર ઈશ્વરની કૃપા થઈ અને તે આજે ટીવીની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓમાંથી એક છે. તેના વિશે કહેવા છે કે તે પોતાના શોના એક એપિસોડ માટે એકથી દોઢ લાખ રૂપિયા લે છે. રિપોર્ટ મુજબ દિવ્યાંકા ત્રિપાઠી હાલ 40 કરોડ રૂપિયાની માલિકણ છે.
દિવ્યાંકા ત્રિપાઠીએ વર્ષ 2016માં વિવેક દહિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 9 વર્ષ બાદ પણ તે હજુ માતા બની શકી નથી. દિવ્યાંકા ત્રિપાઠીએ ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શરૂઆતમાં તેણે કરિયર પર ફોકસ કર્યું પરંતુ હવે તે બેબી પ્લાન કરી રહ્યા છે. તેમના માતા પિતા તરફથી પ્રેશર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે