રંકને પણ રાજા બનાવે તેવો શક્તિશાળી દ્વિદ્વાદશ રાજયોગ બન્યો, શનિ-બુધ 3 રાશિવાળાને બનાવશે ધનવાન! દોમ દોમ સાયબી ભોગવશો
કર્મફળ દાતા શનિ અને ગ્રહોના રાજકુમાર બુધ ખુબ જ શક્તિશાળી રાજયોગ બનાવ્યો છે. દ્વિદ્વાદશ નામનો આ રાજયોગ 3 રાશિવાળાના જીવનમાં સોનેરી સમય લાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Budh Shani: શનિ મહેરબાન થાય તો એક ઝાટકે ભિખારીને પણ રાજા બનાવી દે છે. જ્યારે ગ્રહોના રાજકુમાર બુધ ધન-દૌલત, બુદ્ધિમત્તા અને વેપારના કારક છે. આ બંને ગ્રહો મળીને એક અદભૂત રાજયોગ બનાવી રહ્યા છ. જે ખુબ જ શુભફળ આપનારો ગણાય છે.
શનિ બુધ બનાવશે શક્તિશાળી રાજયોગ
શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને બુધ ગ્રહ મકર રાશિમાં છે. 8 ફેબ્રુઆરીથી શનિ બુધથી 30 ડિગ્રી દૂર છે. જેનાથી દ્વિદ્વાદશ યોગ બન્યો છે. જે 3 રાશિવાળા માટે ખુબ જ લકી મનાઈ રહ્યો છે. શનિ અને બુધ મિત્ર ગ્રહો છે અને આવામાં તેમના દ્વારા બનાવવામાં આવેલો રાજયોગ વધુ લાભ કરાવશે.
વૃષભ રાશિ
બુધ અને શનિનો સંયોગ તથા દ્વિદ્વાદશ યોગ વૃષભ રાશિના જાતકોના જીવનમાં ગોલ્ડન પીરિયડની શરૂઆત કરી શકે છે. તમારા જીવનમાં એક બાદ એક નવી ખુશીઓ અને સફળતાઓ દસ્તક આપશે. ઘર-સંપત્તિ, ગાડી ખરીદવાના યોગ છે. નવી નોકરી મળી શકે છે. મોટો ધનલાભ થઈ શકે છે. અટવાયેલા કામ પાર પડી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી શનિ છે અને શનિ હાલ કુંભ રાશિમાં જ છે. આથી બુધ અને શનિ મળીને જે દ્વિદ્વાદશયોગ બનાવી રહ્યા છે તેનાથી કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. મુસાફરી થઈ શકે છે. માન સન્માન વધશે. નોકરી બદલવા માટે સારો સમય છે. પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળી શકે છે.
મીન રાશિ
બુધ શનિનો દ્વિદ્વાદશ યોગ મીન રાશિવાળા માટે ખુબ સારો છે. બિઝનેસમાં મોટો લાભ થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર મળી શકે છે. નોકરી કરનારાઓને પ્રમોશન અને પગારમાં વધારાના ખુશખબર મળી શકે છે. અટવાયેલા કામ પાર પડી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos