સેમસંગ જલ્દી લોન્ચ કરી શકે છે A સીરિઝનો નવો 5G સ્માર્ટફોન, ગજબના હોઈ શકે છે ફીચર્સ

સેમસંગ ટૂંક સમયમાં A સીરીઝનો નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં શાનદાર ફીચર્સ જોવા મળી શકે છે. આ સ્માર્ટફોન 25 વોટનું ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે.
 

સેમસંગ જલ્દી લોન્ચ કરી શકે છે A સીરિઝનો નવો 5G સ્માર્ટફોન, ગજબના હોઈ શકે છે ફીચર્સ

Samsung Galaxy A36 5g: સેમસંગ ટૂંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જેમાં અનેક શાનદાર ફીચર્સ જોવા મળી શકે છે. આ સ્માર્ટફોનને હવે FCC પર પણ લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન મોડેલ નંબર SM-A366E/DS અને SM-A336U સાથે લિસ્ટ થયો છે.

અમે વાત કરી રહ્યા છીએ Samsung Galaxy A સીરીઝના A36 5G સ્માર્ટફોન વિશે. FCC લિસ્ટિંગ અનુસાર આ સેમસંગ સ્માર્ટફોન 5G કનેક્ટિવિટી, GNSS, NFC અને wi-fi (802.11b/g/n/a/ac/ax) ને સપોર્ટ કરી શકે છે.

ઉપરાંત આ સ્માર્ટફોન EP-TA800 ચાર્જર અને EP-DA705 ડેટા કેબલ સાથે આવી શકે છે. ફોન 25 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોનને BIS એટલે કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની સાથે Geekbench પર પણ લિસ્ટ કરવામાં આવ્યો છે.

Geekbench અનુસાર સ્માર્ટફોનમાં 1.80GHzના ચાર કોર અને 2.40GHzના ચાર કોર આપવામાં આવ્યા છે. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ સ્માર્ટફોનમાં Snapdragon 6 Gen 3 પ્રોસેસર મળી શકે છે. ફોનમાં ગ્રાફિક્સ માટે કંપની Adreno 710 GPU આપી શકે છે. સ્માર્ટફોને ગીકબેન્ચના સિંગલ કોર ટેસ્ટમાં 967 પોઈન્ટ મેળવ્યા છે. ફોનને મલ્ટી-કોર ટેસ્ટમાં 2750 પોઈન્ટ મળ્યા છે.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કંપની આ સ્માર્ટફોનમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે આપી શકે છે. આ સિવાય ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે. સેલ્ફી માટે આ ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર મળી શકે છે. સેમસંગનું Galaxy A36 Android 15 પર આધારિત OneUI 7.0 સ્કિન પર કામ કરશે. જોકે, કંપનીએ એ સ્પષ્ટ કર્યું નથી કે ફોન ક્યારે લોન્ચ થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news