'સમગ્ર દેશમાં 5.40 લાખ બોર થઈ થયા, મે મહિના સુધીમાં 10 લાખનો ટાર્ગેટ': સી આર પાટીલ
સુરતના પાલ ગૌરવપથ રોડ ખાતે જ્વેલરી એસોસિએશન દ્વારા બોર કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત તેમણે કુલ 3000 બોર કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા આ અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરત જ્વેલરી એસોસિએશન દ્વારા વરસાદી પાણી સંગ્રહ અભિયાન અંતર્ગત પાલ ગૌરવ પથ રોડ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટિલનાં હસ્તે બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જળ શક્તિ મંત્રી પદ સંભાળ્યા બાદ દેશભરમાં વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવાનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે.અત્યાર સુધી સમગ્ર દેશમાં 5,40,000 બોર થઈ ગયા છે.મે મહિના સુધીમાં 10 લાખ બોરનો ટાર્ગેટ પૂર્ણ થશે.
મોદી કેબિનેટમાં સ્થાન મેળવતાની સાથે જ કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી. આર. પાટીલ સક્રિય રીતે પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે.શાળા,કોલેજો, સોસાયટી, ઉદ્યોગો સહિત મોટા પ્રમાણમાં વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવાની કામગીરી ચાલી રહી છે.છેલ્લા ઘણા વર્ષોથી સૌથી મોટો પડકાર જળસંગ્રહનો સામે આવી રહ્યો છે.
આજે જમીનમાં પાણીનું સ્તર એટલું નીચું જતું રહ્યું છે કે, તેના કારણે બોરિંગ કરાવવા છતાં પણ ઝડપથી પાણી પ્રાપ્ત થતું નથી. જેનું સૌથી મોટું કારણ પાણીનું સ્તર જમીનમાં ખૂબ નીચે જતું રહ્યું હોવાને કારણે થઈ રહ્યું છે.ત્યારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે પાણીનું સ્તર જમીનમાં વધારવા દેશ ભરવા મે મહિના સુધીમાં 10 લાખ બોર નિર્માણ કરવાનો ટાર્ગેટ કર્યો છે. અત્યાર સુધીમાં 5.40 લાખ બોર થઈ ગયા છે.
આજે ગૌરવ પથ રોડ પર વધુ એક બોરનું સી.આર પાટીલનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સી આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી એક આહવાંથી લોકો જળસંચય કરવા જાગૃત થયા છે.અત્યાર સુધી સમગ્ર દેશમાં 5,40,000 બોર થઈ ગયા છે. ચોમાસા પહેલા મે સુધીમાં 10 લાખ બોર બનાવાનો ટાર્ગેટ છે.
દેશના ડેમની પાણી સંગ્રહ સંગ્રહની ક્ષમતા માત્ર 250 BCM છે.આપણી જરૂરિયાત 1120 BCM છે. 2025 સુધીમાં આપણી જરૂરિયાત વધીને 1180 BCM થવાની છે.આપણે કુદરતી મહેર છે 4000 bcm વરસાદ પડે છે.આપણે માત્ર 750 BCM પાણી બચાવી શકીએ છીએ.આપણી જરૂરિયાત કરતા ખૂબ ઓછું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે