આ વિસ્તારમાં હતો ખૌફ! માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો

સુરતના ડિંડોલીમાં બાબા મેમોરિયલ હોસ્પિટલની પાછળ અમીધારા સોસાયટી પાસે શનિવારે રાત્રે નવેક વાગ્યે ગણેશ વાઘ નામના યુવકની હત્યા કરી દેવાઈ હતી. ગણેશ અહીં મોપેડ અને બાઇક પર બેસી સુકા સહિત ચારેક જણા સાથે વાતચીત કરી રહ્યો હતો.

આ વિસ્તારમાં હતો ખૌફ! માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો

પ્રશાંત ઢીવરે/સુરત: ડિંડોલીમાં બાબા મેમોરિયલ હોસ્પિટલની પાછળ રાત્રે - કુખ્યાત ગુનેગાર ગણેશ વાઘને ચપ્પુના ઘા મારી રહેંસી નંખાયો હતો. બુટલેગર કાળું મર્ડર, મારામારી, ચેઈ ન-મોબાઈલ ચોરી સહિત પંદરેક ગુનાનો ઇતિહાસ ધરાવતા વાઘને ચાર યુવકો મોતને ઉતારી ભાગી છૂટયા હતા. હત્યાની ઘટનાને પગલે ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતના ડિંડોલીમાં બાબા મેમોરિયલ હોસ્પિટલની પાછળ અમીધારા સોસાયટી પાસે શનિવારે રાત્રે નવેક વાગ્યે ગણેશ વાઘ નામના યુવકની હત્યા કરી દેવાઈ હતી. ગણેશ અહીં મોપેડ અને બાઇક પર બેસી સુકા સહિત ચારેક જણા સાથે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે કોઈક બાબતે - ઝઘડો થતા ચારેય જણા ગણેશ વાઘ પર તૂટી પડયા હતા. ઉપરાછાપરી ચારેક ઘા મારી ગણેશને પતાવી દેવાયો હતો અને હત્યારા ભાગી છૂટ્યા હતા.

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ડિંડોલી પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ગણેશ વાઘની લાશને પીએમ માટે સ્મીમેર ખસેડી હતી. પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લેવા સાથે સીસીટીવી ફૂટેજ મેળવવા કવાયત હાથ ધરી છે.

વધુમાં ગણેશ વાઘ રીઢો ગુનેગાર છે. કોરોના કાળમાં બુટલેગર કાળુંની હત્યાના કેસમાં ગણેશની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત, મારપીટ, મોબાઈલ સ્નેચિંગ, ચેઈન સ્નેચિંગ સહિત અનેક ગુના તેના વિરૂદ્ધ નોંધાઇ ચૂક્યા છે. સૂકા આણી મંડળીએ જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલ્યો હોવાની પણ ચર્ચા છે. ડિંડોલી પોલીસે હત્યારાઓની શોધખોળ આરંભી છે.

હાલ આ મામલે ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કાર્યવાહિ હાથ ધરી છે.હત્યારાઓની ધરપકડ કર્યા બાદ હત્યાનું કારણ બહાર આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news