હવે 12 નહીં, 18 લાખની ઈનકમ પર પણ નહીં આપવો પડે કોઈ ટેક્સ! આ ટ્રિકથી TAX ફ્રી કરો સેલેરી

How to Save Income Tax: કેન્દ્રીય બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. પરંતુ નવી ઈનકમ ટેક્સ રિઝીમ હેઠળ તમે 18 લાખ રૂપિયા સુધીની ઈનકમને ટેક્સ ફ્રી કરી શકો છો.

હવે 12 નહીં, 18 લાખની ઈનકમ પર પણ નહીં આપવો પડે કોઈ ટેક્સ! આ ટ્રિકથી TAX ફ્રી કરો સેલેરી

Income Tax Tips: 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. પરંતુ જો તમારો પગાર 12 લાખ રૂપિયાથી વધુ છે તો શું તમારી પાસે કોઈ વિકલ્પ છે? જો તમે 12 લાખ રૂપિયાથી વધુની આવક કરમુક્ત કરવા માંગો છો, તો તમે નવી ટેક્સ રિઝીમ હેઠળ આ ટ્રિકને ફોલો કરી શકો છો.

તમને આ ટ્રિકથી 18 લાખ રૂપિયા સુધીની સેલરી પર કોઈ ટેક્સ આપવો પડશે નહીં. આ ટ્રિકનું નામ છે - સેલેરી રિસ્ટ્રક્ચર. તમે તમારી સેલેરી સ્ટ્રક્ચરને આવી રીતે રિસ્ટ્રક્ચર કરી શકો છો કે તમારી ટેક્સ જવાબદારી શૂન્ય થઈ જાય. ચાલો જાણીએ કેવી રીતે.

ટેક્સ બચાવવાની રીત
જો તમારી બેસિક સેલેરી અને DA 12.25 લાખ રૂપિયા છે, તો તેને અલગ-અલગ એલાઉન્સ અને લાભો દ્વારા કરમુક્ત બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, NPS કન્ટ્રીબ્યૂશન 1.71 લાખ રૂપિયા, મોટર કારની સુવિધાના રૂપમાં 4 લાખ રૂપિયા અને ગિફ્ટના રૂપમાં 5,000 રૂપિય ઉમેરી શકાય છે. આ રીતે તમારી ગ્રોસ સેલેરી 18.01 લાખ રૂપિયા થઈ જશે.

કેવી રીતે થશે ટેક્સ ફ્રી?
NPS કન્ટ્રીબ્યૂશન: બેસિક અને DAના 14% સુધી NPS કન્ટ્રીબ્યૂશન કલમ 80CCD(2) હેઠળ  ટેક્સ ફ્રી ગણવામાં આવે છે, જેનાથી 1.71 લાખ રૂપિયાની બચત થઈ શકે છે.

ગિફ્ટ એલાઉન્સ: કલમ 17(2)(vii) નિયમ 3(7)(iv) હેઠળ કંપની દ્વારા આપવામાં આવતી 5,000 રૂપિયા સુધીની ગિફ્ટ ટેક્સ ફ્રી થાય છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શનઃ તમામ પગારદાર કર્મચારીઓને 75,000 રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શનની સુવિધા મળે છે.

આગામી સપ્તાહે રજૂ થશે નવું ઈનકમ ટેક્સ બિલ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે, તેમને ઉમ્મીદ છે કે આગામી સપ્તાહમાં નવું ઈનકમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે, જે ચકાસણી માટે સંસદની નાણાંકીય સ્થાયી સમિતિ પાસે જશે. સામાન્ય લોકોના હાથમાં વધુ પૈસા છોડવા અને નિયમોને સરળ બનાવવા માટે લાવવામાં આવેલા નવું ઈનકમ ટેક્સ બિલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news