મહાકુંભ જનારા માટે આવ્યા સૌથી મોટા ખુશખબર: ગુજરાતના આ શહેરમાંથી શરૂ કરાઈ સ્પેશિયલ ટ્રેન
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના સાંસદની રજૂવાત બાદ 24 કલાકમાં સુરતથી મહાકુંભ વિશેષ ટ્રેન શરૂ થઈ છે. સાંસદ મુકેશ દલાલની રજુવાત બાદ રેલવે વિભાગે ટ્રેન શરૂ કરી છે.સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મળીને રજુવાત કરી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતથી રોજના હજારો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જઈ રહ્યા છે.
ભારે ઘસારાને કારણે પ્રયાગરાજ જવા ટ્રેનની માંગ કરી હતી.ટ્રેન શરૂ થતાં દક્ષિણ ગુજરાતના એક કરોડથી વધુ લોકોને તેનો લાભ મળશે. સુરત શહેરમાં ટેક્ષટાઇલ યુનિ.સીટી ની પણ માંગ કરી છે.સંસદમાં એક્ટ 377 મુજબ માંગ કરી છે. સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને સુરતને સ્પર્શતા વિવિધ રેલવેના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
મુકેશ દલાલે જણાવ્યું હતું કે સુરત અને દક્ષિણ ગુજરાતથી રોજના હજારો શ્રદ્ધાળુઓ 144 વર્ષ પછી આવેલ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમના સ્નાનનો લાભ લેવા જાય છે. ભારે ઘસારાને કારણે હાલ પ્રયાગરાજ જવા માટે જે કોઈ પણ સુવિધાઓ છે. તે અપૂર્તિ પડી રહી છે. જેને કારણે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જઈ શકતા નથી જો સુરતથી પ્રયાગરાજની એક ટ્રેન શરૂ કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના એક કરોડથી વધુ લોકોને તેનો લાભ મળી શકે છે.
સાંસદ મુકેશ દલાલની રજુવાત સાંભળી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને 24 કલાકમાં જ સુરતથી મહાકુંભ વિશેષ ટ્રેન શરૂ કરી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતથી રોજના હજારો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જવા લાભ લાભ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે