Chanakya Niti: આ 5 પ્રકારની સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ દિવસ રાત કરે છે પ્રગતિ, સમાજમાં વધે માન અને તિજોરીમાં વધે ધન
Chanakya Niti: આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં 5 પ્રકારની સ્ત્રીઓનો ઉલ્લેખ કર્યો છે. જેની સાથે લગ્ન કરનાર પુરુષના ભાગ્યના બંધ દરવાજા રાતોરાત ખુલી જાય છે. આવા પુરુષ લગ્ન પછી લખપતિ બને છે.
Trending Photos
Chanakya Niti: આચાર્ય ચાણક્ય એ ચાણક્ય નીતિની રચના કરી છે. તેમણે ચાણક્ય નીતિમાં જીવનના કઠોર સત્ય વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. આચાર્ય ચાણક્યના કેટલાક વિચારો કડવા લાગે છે પરંતુ તે સત્ય હોય છે. ચાણક્ય નીતિની વાતો જીવનની દરેક કસોટી પર ખરી ઉતરે છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ વ્યક્તિના સંબંધો વિશે પણ વાત કરી છે.
ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય એ પણ જણાવ્યું છે કે કેવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. આચાર્ય ચાણક્ય જણાવ્યું છે કે એક પત્ની કેવી હોવી જોઈએ? ચાણક્ય નીતિમાં પાંચ પ્રકારની સ્ત્રીઓને વિવાહ કરવા યોગ્ય ગણાવી છે.. આવી સ્ત્રી જે વ્યક્તિના જીવનમાં આવે તેનું ભાગ્ય ચમકી જાય છે.
ગુણવાન સ્ત્રી
આચાર્ય ચાણક્ય અનુસાર જે સ્ત્રી ગુણવાન હોય તેની સાથે લગ્ન કરવા જોઈએ. પુરુષો લગ્ન માટે ફક્ત સુંદરતાની પાછળ ભાગવું નહીં. જો સ્ત્રી સુંદર હોય પણ તેનામાં ગુણ ન હોય તો તે મુશ્કેલીના સમયમાં સાથ છોડીને જતી રહેશે. તેથી હંમેશા ગુણવાન સ્ત્રીને પસંદ કરવી આવી સ્ત્રી મુશ્કેલ સમયમાં પતિનો સાથ છોડતી નથી.
ધર્મમાં વિશ્વાસ કરનાર સ્ત્રી
આચાર્ય ચાણક્ય અનુસાર પુરુષે ધર્મમાં વિશ્વાસ રાખતી હોય તેવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ. જો ઘરની સ્ત્રી ધર્મ કર્મ કરનાર ન હોય તો આગળની પેઢીમાં સંસ્કારની ખામી રહે છે. તે બાળકોને સારી શિક્ષા પણ આપી શકતી નથી. તેથી હંમેશા ધર્મ કર્મ કરનાર સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ.
મર્યાદા રાખનાર સ્ત્રી
ચાણક્ય નીતિ અનુસાર પુરુષે લગ્ન માટે મર્યાદા રાખતી સ્ત્રીની પસંદગી કરવી જોઈએ.. મર્યાદામાં રહેતી સ્ત્રી પોતાના પતિની આબરૂનું સન્માન કરે છે અને સમાજમાં તેની આબરૂ વધારે છે. આવી સ્ત્રી પતિનું માથું શરમથી ક્યારેય ઝુકવા દેતી નથી.
ક્રોધ ન કરનાર સ્ત્રી
આચાર્ય ચાણક્ય ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે જે કોઈ સ્ત્રી પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરવાનું જાણે છે તે વિવાહ કરવા માટે યોગ્ય છે. ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન હોય છે. જે સ્ત્રીના માથા પર ગુસ્સો સવાર હોય છે તે પોતાના પતિ અને પરિવારને ખુશ રાખી શકતી નથી.
મરજીથી લગ્ન કરનાર સ્ત્રી
આચાર્ય ચાણક્ય લગ્ન સંબંધિત બાબતોમાં એવું પણ કહ્યું છે કે સ્ત્રી વિવાહ માટે તૈયાર હોય તો જ તેની સાથે લગ્ન કરવા જોઈએ. લગ્ન માટે જે સ્ત્રી રાજી ન હોય તેની સાથે લગ્ન કરવા નહીં. સ્ત્રી પોતાના મનથી લગ્ન કરે તો જ તે પતિને ખુશ રાખી શકે છે અને સન્માન આપે છે. જે સ્ત્રી બળજબરીથી લગ્ન કરે છે તે પરિવારનું જીવન નરક જેવું કરી નાખે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે