Scariest Movie: દુનિયાની સૌથી ડરામણી ફિલ્મ જેના રેકોર્ડ આજ સુધી નથી તુટ્યા, એકલા જોવામાં ભલભલાંને પરસેવો છુટી જાય

Scariest Movie: હોરર ફિલ્મો તો આજ સુધીમાં તમે અનેક જોઈ હશે પરંતુ એક હોરર ફિલ્મ એવી છે જેને જોઈને ભલભલાંને પરસેવો છુટી જાય છે. આ ફિલ્મ 1973 માં આવી હતી અને આજ સુધી આ ફિલ્મ દુનિયાની સૌથી ડરામણી ફિલ્મ છે. આ ફિલ્મના રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. 

Scariest Movie: દુનિયાની સૌથી ડરામણી ફિલ્મ જેના રેકોર્ડ આજ સુધી નથી તુટ્યા, એકલા જોવામાં ભલભલાંને પરસેવો છુટી જાય

Scariest Movie: ઘણા લોકોને હોરર ફિલ્મો જોવી પસંદ હોય છે. ઓટીટી પ્લેટફોર્મ પર તેઓ નવી નવી હોરર ફિલ્મો સર્ચ કરીને જોતા હોય છે. હોરર ફિલ્મો જોવી દરેકનું કામ નથી. પરંતુ એક ફિલ્મ એવી છે જે રેગ્યુલર હોરર ફિલ્મો જોતા લોકોને પણ ડરાવી શકે છે. આજે તમને દુનિયાની એવી ફિલ્મ વિશે જણાવીએ જેને એકલા જોવાની હિંમત કરવા જેવી નથી. આ ફિલ્મ જોયા પછી રાતની ઊંઘ ઊડી જાય છે. આ ફિલ્મ વર્ષો પહેલા આવી હતી પરંતુ આ ફિલ્મના રેકોર્ડ આજ સુધી તૂટી શક્યા નથી. 

કઈ છે દુનિયાની સૌથી ડરામણી ફિલ્મ? 

દુનિયાની સૌથી ડરાવણી ફિલ્મ 1973 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નામ છે ધ એક્સરોસિસ્ટ. આ ફિલ્મ ધ એક્સરોસિસ્ટ નામના અંગ્રેજી ઉપન્યાસ પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન વિલિયમ ફ્રેડકિને કર્યું હતું. આ ફિલ્મ એક બાળકી પર આધારિત છે જેના પર પ્રેત સવાર થઈ જાય છે. ત્યાર પછી તેની માતા આત્માને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. 

આ ફિલ્મ દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર હોરર ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મનું બજેટ તે સમયે ભારતીય કરન્સીમાં 96 કરોડથી વધુ હતું. પરંતુ તે સમયે દુનિયાભરમાં આ ફિલ્મે 349 કરોડની કમાણી કરી હતી. ફિલ્મને ઓસ્કરમાં નવ અલગ અલગ શ્રેણીમાં સામેલ કરવામાં આવી હતી જેમાંથી 2 કેટેગરીમાં તેને એવોર્ડ પણ મળ્યા હતા. 

આ ફિલ્મમાં કેટલાક સીન તો એટલા ભયાનક છે કે ભલભલા તેને જોઈને ધ્રુજી જાય. જે લોકો એવું વિચારતા હોય કે હોરર ફિલ્મ જોઈને તમને કંઈ ના થાય તેમના પર પણ આ મુવી અસર કરી જાય છે. ફિલ્મનો એક એક સીન એટલો ભયાનક છે કે નબળા દિલના લોકોએ તો આ ફિલ્મ જોવાનું ટાળવું જ જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news