એક બાજુ RBIએ આપી ખુશખબર... તો બીજી તરફ આ પ્રાઈવેટ બેન્કે કરી મોટી જાહેરાત, કસ્ટમર થઈ જશે રાજી-રાજી

Senior Citizen Facility: RBIના નિર્ણયના બીજા જ દિવસે IDFC ફર્સ્ટ બેન્કે તેના ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ સિનિયર સિટીઝનને બેન્ક દ્વારા કસ્ટમાઇઝ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

એક બાજુ RBIએ આપી ખુશખબર... તો બીજી તરફ આ પ્રાઈવેટ બેન્કે કરી મોટી જાહેરાત, કસ્ટમર થઈ જશે રાજી-રાજી

IDFC First Bank: એક દિવસ પહેલા આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને સામાન્ય માણસ અને ખાસ વર્ગને પણ ખુશ થવાની તક આપી છે. આ જાહેરાતના બીજા જ દિવસે પ્રાઈવેટ સેક્ટરની દિગ્ગજ બેન્ક IDFC ફર્સ્ટ બેન્કે સિનિયર સિટીઝન માટે ખાસ પ્રકારની બેન્કિંગ સર્વિસ શરૂ કરી છે. બેન્ક દ્વારા આપવામાં આવતી આ સર્વિસમાં સિનિયર સિટીઝન બચત ખાતું (સેવિંગ એકાઉન્ટ) અને સિનિયર સિટીઝન ફિક્સ્ડ ડિપોઝિટ (FD)નો સમાવેશ થાય છે. બેન્કે તેની મોબાઈલ બેન્કિંગ એપમાં 'સિનિયર સિટીઝન સ્પેશલ' સેક્શન ઉમેર્યું છે. જેમાં વૃદ્ધોને વિશેષ સુવિધા મળી શકશે.

ફ્રી હેલ્થ મેમ્બરશિપ અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ
સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને બેન્કે વિશેષ કસ્ટમાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરી રહી છે. આ ફાયદા હેઠળ FD પર 0.5% એક્સટ્રા વ્યાજ, પ્રી-મેચ્યોર FD બંધ થવા પર કોઈપણ પ્રકારની પેનલ્ટી નહીં, 2 લાખ રૂપિયા સુધીનું સાયબર વીમા કવરેજ, ફ્રી હેલ્થ મેમ્બરશિપ અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. બેન્કની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર સિનિયર સિટીઝનને એક વર્ષની ફ્રી MediBuddy હેલ્થ મેમ્બરશિપ આપવામાં આવી રહી છે.

ડોક્ટર સાથે અનલિમિટેડ ફ્રી વીડિયો કન્સલ્ટેશન
MediBuddy હેલ્થ મેમ્બરશિપ હેઠળ પરિવારના ચાર સભ્યો માટે અનલિમિટેડ ફ્રી ડોક્ટર વિડિયો કન્સલ્ટેશન ઓફર કરે છે. નેટવર્ક ફાર્મસીમાં 15% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેશે અને 50+ પેરામીટર્સ પર ફુલ બોડી હેલ્થ ચેકઅપની સુવિધા પણ છે. MediBuddy વોલેટમાં 500 રૂપિયાનું બેલેન્સ આપવામાં આવશે. IDFC FIRST બેન્કનું સિનિયર સિટીઝન સેવિંગ એકાઉન્ટ રૂ. 30% થી વધુ નોર્મલ બેન્કિંગ ચાર્જને ખતમ કરી દે છે, જેનાથી બેન્કિંગને વધુ પોસાય તેવી બને છે. આ ચાર્જમાં IMPS, ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ, SMS એલર્ટ ચાર્જ, ડેબિટ કાર્ડ ઇશ્યૂ ચાર્જ વગેરેનો સમાવેશ થાય છે.

રોજિંદા બેન્કિંગ બનશે વધુ સરળ
બેન્ક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ તમામ શુલ્ક માફ કરવાથી સિનિયર સિટીઝન માટે રોજિંદા બેન્કિંગ વધુ સસ્તું બનશે. આ સિવાય બેન્કે સમય પહેલા એફડીના ઉપાડ માટેની પેનલ્ટી પણ હટાવી દીધી છે, જેનાથી સિનિયર સિટીઝનને જરૂર પડવા પર તરત જ પૈસા મળી શકશે. IDFC ફર્સ્ટ બેન્ક ખાસ કરીને સિનિયર સિટીઝન માટે સાયબર વીમો આપી રહી છે. આ વીમો એકાઉન્ટ ધારકોને ઓનલાઇન છેતરપિંડી જેવા કે ફિશિંગ, સ્પૂફિંગ, વિશિંગ અને અન્ય સાયબર હુમલાઓથી થતા નુકસાનથી રક્ષણ આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news