સરકાર ખેડૂતોને આ કામ માટે આપે છે 4.50 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ઉઠાવી શકો ફાયદો
Sarkari Yojana: સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ રાજ્યમાં ખેડૂતો માટે આ એક એવી યોજના છે જે તેમને સારો એવો ફાયદો કરાવી શકે છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
Onion Storage House: પાક વર્ષ 2024-25માં ડુંગળીનું ઉત્પાદન જૂન 2025ના રોજ સમાપ્ત ચાલુ પાક વર્ષમાં 19 ટકા વધીને 288.77 લાખ ટન થવાની આશા છે. ગત વર્ષે ડુંગળીનું ઉત્પાદન 242.67 લાખ ટન રહ્યું હતું. પાક વર્ષ જુલાઈથી જૂન સુધી ચાલે છે. ડુંગળીનું બંપર ઉત્પાદન ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. કારણ કે તેનાથી સ્ટોરેજની સમસ્યા પેદા થઈ શકે છે. ડુંગળીના સ્ટોરેજ માટે ખેડૂતો પાસે સ્ટોરેજ સુવિધા હોવી ખુબ જરૂરી છે. ખેડૂતોની આ પરેશાની જોતા બિહાર સરકાર તરફથી ખેડૂતોને ડુંગળી સ્ટોરેજ હાઉસ બનાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે.
આ જિલ્લાના ખેડૂતોને મળી શકે છે ફાયદો
ડુંગળી સ્ટોરેજ હાઉસનો ફાયદો બિહારના 23 જિલ્લાના ખેડૂતો ઉઠાવી શકે છે. જેમાં ભોજપુર, બક્સર, જહાનાબાદ, કૈમૂર, લખીસરાય, નવાદા, સારણ, શેખપુરા, સિવાન, ઔરંગાબાદ, બાંકા, બેગુસરાય, ભાગલપુર, ગયા, ખગડિયા, મધુબની, મુંગેર, નાલંદા, પટણા, પૂર્ણિયા, રોહતાસ, સમસ્તીપુર, અને વૈશાલી સામેલ છે.
કેટલી મળશે સબસિડી
ડુંગળી સ્ટોરેજ હાઉસ બનાવવા માટે 50 મેટ્રિક ક્ષમતાના સ્ટોરેજ સંરચનાના મોડલની અંદાજિત કિંમત 6 લાખ રૂપિયા નિર્ધારિત કરાઈ છે. જેના પર ખેડૂતોને ખ્ચના 75 ટકા એટલે કે 4 લાખ 50 હજાર રૂપિયાની સબસિડી અપાઈ રહી છે. આવામાં ખેડૂતો ફક્ત 25 ટકા રકમ પોતાના ખિસ્સામાંથી કાઢીને ડુંગળી સ્ટોરેજ હાઉસ એટલેકે ડુંગળીનું ગોદામ બનાવી શકે છે.
15 દિવસમાં શરૂ કરવાનું રહેશે કામ
આદેશ જારી થયાના 15 દિવસની અંદર નિર્માણ કામની પ્રક્રિયા શરૂ કરવી જરૂરી હશે. નહીં તો તમારા નામનો ઓર્ડર રદ થઈ શકે છે. ડુંગળી સ્ટોરેજ હાઉસનું અનુમોદિત મોડલ એસ્ટીમેટ અને સંરચનાનો નક્શો (ભૂમિ સંરક્ષણ નિદેશાલય દ્વારા) અને મોડલ એસ્ટીમેટ અને સંરચનાનો નક્શો (બીએયુ સબૌર દ્વારા) અપાયેલી લિંક પર ઉપલબ્ધ છે. જેને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
અહીં કરો અરજી
ડુંગળી સ્ટોરેજ હાઉસ હેઠળ આધુનિક સ્ટોરેજ હાઉસ બનાવીને પોતાની ઉપજને વધુ સમય સુધી સ્ટોરેજ કરવાનો ફાયદો લેવા માટે અહીં આપેલી લિંક... https://horticulture.bihar.gov.in પર ક્લિક કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે