Roti Flour: રોજ આ રોટલી ખાશો તો પેટ વધશે નહીં, આ સફેદ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ, ફટાફટ ઘટવા લાગશે વજન


Roti Flour: વજન ઝડપથી ઘટાડવું હોય તો રોટલીના લોટમાં આ વસ્તુ મિક્સ કરીને રોટલી બનાવજો. આ રોટલી નિયમિત ખાવાથી શરીરનું વજન સૌથી પહેલા તો વધતું અટકી જશે અને પછી ધીરેધીરે ઘટવા પણ લાગશે.

Roti Flour: રોજ આ રોટલી ખાશો તો પેટ વધશે નહીં, આ સફેદ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ, ફટાફટ ઘટવા લાગશે વજન

Roti Flour: આજે તમને વધતા વજનને અટકાવવા અને વજનને ઘટાડવા માટેની ખાસ હેલ્ધી રોટલી કેવી રીતે બનાવવી તે જણાવીએ. રોટલીનો આ નુસખો એવો છે જેને અપનાવી લેશો તો એક મહિનામાં જ વજનને ઘટાડી શકો છો. આ કામ કરવું મુશ્કેલ નથી. વજનને વધતું અટકાવવું હોય અને વજનને ઝડપથી ઘટાડવું હોય તો રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં એક સફેદ વસ્તુનો પાવડર મિક્સ કરી દેવો. આ પાવડર ઉમેરેલી રોટલી નિયમિત ખાશો તો સૌથી પહેલા તો વધતું વજન અટકી જશે અને પછી ધીરે ધીરે શરીરમાં જામેલી ચરબી પણ ઓગળવા લાગશે. આ ચમત્કારને અનુભવો હોય તો નિયમિત આ વસ્તુ ઉમેરેલી રોટલી જ ખાવાનું રાખો. 

ઇસબગોલ પાવડર 

ઘરમાં જ્યારે પણ રોટલી બનાવવા માટે લોટ બાંધો ત્યારે લોટમાં બસ એક ચમચી ઇસબગોલનો પાવડર મિક્સ કરી દેવો. ઇસબગોલ પાવડર ઉમેરેલા લોટમાંથી રોટલી બનાવી અને તેનો ઉપયોગ ભોજનમાં કરવો. આ રોટલી ખાવાથી પાટણ તંત્ર મજબૂત રહે છે અને કબજિયાતની સમસ્યા નહીં થાય. સાથે જ આ રોટલી મેટાબોલિઝમને બુસ્ટ કરશે જેથી શરીરમાં વધારાનું ફેટ જામશે નહીં. 

ઇસબગોલ એક પ્રાકૃતિક ફાઇબર છે જે પાણીમાં ભળી જાય એટલે જેલ જેવું બની જાય છે. ઇસબગુલનું સેવન કરવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. ઇસબગુલ ઉમેરેલી રોટલી ખાશો તો તમને વારંવાર ભૂખ નહીં લાગે જેના કારણે વજન ઝડપથી ઘટાડવામાં મદદ મળશે. આ રોટલી ખાવાથી શરીર કેલેરી બાળવામાં પણ સક્ષમ બને છે. 

આ રોટલીને જો તમે એક મહિના સુધી ખાવ છો તો વજનમાં ફેરફાર દેખાવા લાગશે. આ રોટલી ખાવાથી પેટ અને કમર પર જામેલી ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગશે અને તમે એનર્જી અનુભવ કરશો. જો તમારું વજન વર્ષોથી વધારે હોય તો ફક્ત આ રોટલી ખાવાથી વજન ઘટે નહીં જાય તેની સાથે એક્સરસાઇઝ પણ કરવી જરૂરી છે. જે પણ એક્સરસાઇઝ તમે કરી શકો તે રોજ 30 મિનિટ માટે કરવી અને ભોજનમાં આ રોટલીનો સમાવેશ કરવો. 

ઇસબગુલ સિવાય રોટલીને હેલ્ધી બનાવી હોય તો તેમાં તમે અળસીના બીનો પાવડર, મેથી દાણાનો પાવડર અને સોયાબીનનો પાઉડર મિક્સ કરી શકો છો. આ વસ્તુઓ ઉમેરેલી રોટલી પર શરીર માટે સારી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news