વનડેમાં ક્યારેય OUT નથી થયા ટીમ ઈન્ડિયાના આ બેટર, વિકેટ માટે તરસતા હતા બોલર

ક્રિકેટના મેદાનમાં અનેક રેકોર્ડ બનતા અને તૂટતા હોય છે. પરંતુ ક્યારેક રસપ્રદ રેકોર્ડ પણ સામે આવતા હોય છે, જેના પર લોકોને વિશ્વાસ આવતો નથી. આવો જ એક રેકોર્ડ ત્રણ ભારતીય ક્રિકેટરોના નામે છે જે વનડે ક્રિકેટમાં ક્યારેય આઉટ થયા નથી. 

 વનડેમાં ક્યારેય OUT નથી થયા ટીમ ઈન્ડિયાના આ બેટર, વિકેટ માટે તરસતા હતા બોલર

Cricket Records: ક્રિકેટ ઈતિહાસમાં અનેક એવા બેટરો આવ્યા જેણે રન અને સદીઓનો વરસાદ કર્યો છે, પરંતુ શું તમે જાણો છો કેટલાક બેટર એવા પણ રહ્યાં છે, જેને વનડે ક્રિકેટમાં વિશ્વનો કોઈ બોલર આઉટ કરી શક્યો નહીં. આવો એક નજર આવા બેટરો પર કરીએ.

વનડેમાં ક્યારેય આઉટ નથી થયો ટીમ ઈન્ડિયાનો આ બેટર
સૌરભ તિવારીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો તો તેને ધોનીનો ડુપ્લીકેટ કહેવામાં આવતો હતો. સૌરભ તિવારીના લાંબા વાળ જોઈને લોકો તેની તુલના ધોની સાથે કરતા હતા. સૌરભ તિવારીએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. સૌરભ તિવારીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2010માં વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તિવારી ભારત માટે માત્ર ત્રણ મેચ રમ્યો, જેમાં બે ઈનિંગમાં બેટિંગ કરવાની તક મળી હતી. સૌરભ તિવારી આ બંને ઈનિંગમાં નોટઆઉટ રહ્યો હતો. ત્યારબાદ તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

આ 2 ભારતીય બેટર પણ વનડેમાં ક્યારેય નથી થયા OUT
સૌરભ તિવારી સિવાય ભારતના 2 બેટર એવા છે, જેને વનડે ક્રિકેટમાં કોઈ બોલર આઉટ કરી શક્યો નથી. આવો આ બે બેટર વિશે જાણીએ.

ફૈઝ ફઝલ
ફૈઝ ફઝળે ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર એક વનડે મેચ રમી હતી. 2016માં ઝિમ્બાબ્વે સામે મેચમાં ફઝલે અણનમ 55 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેને ક્યારેય ટીમમાં તક મળી નહીં.

ભરત રેડ્ડી
ભરત રેડ્ડીનું નામ ભલે આજે ઘણા લોકો ન જાણતા હોય પરંતુ તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણ વનડે મેચ રમી હતી. ભરત રેડ્ડીએ 1978થી લઈને 1981 સુધી ભારત માટે ત્રણ વનડે મેચ રમી હતી. તેને બે વખત બેટિંગ કરવાની તક મળી જેમાં તે નોટઆઉટ રહ્યો હતો. ત્યારબાદ ભરત રેડ્ડીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news