AK-47 History: એકે-47 બનાવવાની કહાની, હોસ્પિટલમાં દાખલ એન્જિનિયરને આવ્યો હતો આઈડિયા!
AK-47 History: એકે-47 સૌથી કુખ્યાત કે પ્રખ્યાત બંદૂકોમાંથી એક છે. તેની ચર્ચા વિશ્વભરમાં થાય છે. એકે-47 ને સોવિયત સેનાના એક સૈનિક અને એન્જિનિયર મિખાઇલ કલાશ્નિકોવે બનાવી હતી. તેનું નિર્માણ 1947માં થયું હતું. આવો તેની કહાની જાણીએ.
Trending Photos
AK-47 History: જ્યારે પણ કોઈપણ બંદૂકનું નામ લેવામાં આવે છે, ત્યારે લોકોના હોઠ પર સૌથી પહેલું નામ આવે છે 'એકે-47'. આ વિશ્વની સૌથી લોકપ્રિય બંદૂકોમાંની એક છે. આખી દુનિયામાં તેની ચર્ચા છે. આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા મોટા ભાગના આતંકવાદીઓ પણ આ જ બંદૂક લઈને આવે છે. ચાલો જાણીએ 'AK-47' બનાવવાની કહાની જણાવીએ.
કઈ રીતે બની હતી AK-47?
વાસ્તવમાં, બીજા વિશ્વ યુદ્ધ પછી, સોવિયત સંઘને લાગ્યું કે તેમને એક સસ્તા, ટકાઉ અને મજબૂત હથિયારની જરૂર છે, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહે. સોવિયત સંઘની આ જરૂરિયાત સોવિયત સૈનિક અને એન્જિનિયર મિખાઇલ કલાશ્નિકોવ દ્વારા પૂરી કરવામાં આવી હતી. AK-47ની ડિઝાઈન ખુદ મિખાઈલ દ્વારા બનાવવામાં આવી હતી. AK-47નું પૂરું નામ 'Avtomat Kalashnikova' છે. બંદૂકના નામે મિખાઇલ કલાશ્નિકોવના નામની જગ્યા પણ મળી. આ બંદૂક વર્ષ 1947માં બનાવવામાં આવી હતી, તેથી તેના નામ પર 47 લેવામાં આવી હતી.
મિખાઇલ ઘાયલ થયા, પછી બનાવી બંદૂક
મિખાઇલ કલાશ્નિવકોવ માત્ર 19 વર્ષની ઉંમરે સોવિયત સેનામાં જોડાયા હતા. વર્ષ 1941માં બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે સોવિયત સંઘ પર હુમલો કર્યો. ત્યારે મિખાયલ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, કારણ કે તે જે ટેન્ક ચલાવી રહ્યાં હતા, તેમાં આગ લાગી ગઈ હતી. જ્યારે તે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેને બંદૂક બનાવવાનો વિચાર આવ્યો હતો. મિખાઇલે 28 વર્ષની ઉંમરમાં જ AK-47 બનાવી તૈયાર કરી હતી.
AK-47 ની ખાસ વાતો
- AK-47 એક સાથે 30 ગોળીઓ ભરી શકાય છે.
- તેની ગોળીની ગતિ 710 મીટર પ્રતિ સેકેન્ડ હોય છે.
- આ બંદૂક એક સેકેન્ડમાં 6 ગોળી ચલાવે છે.
- એક મિનિટમાં 600 રાઉન્ડ ફાયર કરી શકે છે.
- તેને સાફ કરવી અને મેન્ટેન કરવી ખુબ સરળ છે.
- તે સંપૂર્ણ રીતે લોડ થયા બાદ પણ તેનું વજન 4 કિલો રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે