અમદાવાદમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનમાં અચાનક લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબુ
Ahmedabad: અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. સરકાર વર્ષ 2026 સુધીમાં આ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન શનિવારે સવારે એક નિર્માણાધીન સ્ટેશનમાં આગ લાગી હતી.
Trending Photos
Ahmedabad: અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. આ વાતની પુષ્ટિ કરતા ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સવારે લગભગ 6.30 વાગ્યે લાગેલી આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તેમણે જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવવા માટે 14 ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. થોડીવાર બાદ આગ કાબુમાં આવી હતી. પ્રાથમિક તબક્કે આગનું કારણ જાણી શકાયું નથી.
'શટરિંગ'માં વેલ્ડીંગ દરમિયાન લાગી આગ
આગ લાગ્યા બાદમાં પ્રોજેક્ટ માટે જવાબદાર એજન્સી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ એક નિવેદન જાહેર કરીને બાંધકામ સાઇટના એક ભાગની છતના શટરિંગમાં આગ વિશે માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કામચલાઉ 'શટરિંગ' કામ દરમિયાન વેલ્ડીંગ દરમિયાન નીકળતી સ્પાર્કને આગ લાગવાનું સંભવિત કારણ માનવામાં આવે છે.
આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કામચલાઉ શટરિંગના કામ દરમિયાન વેલ્ડિંગના સ્પાર્કને કારણે આગ લાગી હશે.
અમદાવાદ અને સાબરમતીમાં કુલ 12 સ્ટેશનોની યોજના
NHSRCLના અધિકારીઓ ઘટનાસ્થળે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સ્ટેશન 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટનો 352 કિમીનો હિસ્સો ગુજરાતમાં આવે છે, જ્યારે 156 કિમીનો હિસ્સો મહારાષ્ટ્રમાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતીમાં કુલ 12 સ્ટેશનોની યોજના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે