અંબાલાલ પટેલે આપી ચેતવણી, વાતાવરણમાં ઉથલપાથલ સાથે કમોસમી વરસાદનું એલર્ટ!
Ambalal Patel Weather Forecast: IMDએ 8 ફેબ્રુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવા વિશે પણ માહિતી આપી છે, જે ઉત્તર-પશ્ચિમ હિમાલયને અસર કરશે. હિમાલયના વિસ્તારોમાં 8 ફેબ્રુઆરીથી 12-13 ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા થશે. 6-7 ફેબ્રુઆરીની રાત્રે અરુણાચલ પ્રદેશ અને આસામમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 7.6 ડિગ્રીએ પહોંચ્યો છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં અચાનક ઠંડી વધી ગઈ છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 8, 9 અને 10 તારીખે તાપમાનમાં વધારો થશે
વાતાવરણમાં મોટો પલટો આવશે
બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
દેશનું હવામાન
દિલ્હીમાં 8 ફેબ્રુઆરી પછી તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો વધારો થવા લાગશે. આગામી દિવસોમાં દિલ્હીનું હવામાન સામાન્ય રહેશે. ઉત્તર ભારતમાં આવેલા હવામાન બાદ ગુજરાતને મોટી અસર પડી છે. ત્યારે ફેબ્રુઆરીમાં હજુ વાતાવરણ ડામાડોળ થવાનું છે, તેથી તારીખ નોંધી લેજો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, રાજ્યના ભાગો પર એક પ્રેશર ગેડિયન્ટ સર્જાયું છે, જેના કારણે પવનની ગતિ વધી છે. ગુજરાતમાં 35થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થવાને કારણે લોકોને આંશિક ગરમીનો અનુભવ થઈ શકે છે.
Trending Photos