Budh Gochar 2025: બુધ ગ્રહનો ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિનો ધનવાન બનવાનો સમય શરુ થયો, મંગળ-શનિ પણ થશે મહેરબાન
Budh Gochar 2025: ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહે શ્રવણ નક્ષત્રમાંથી ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. બુધ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિઓના લોકોના જીવનમાં ધન આવશે અને ટકશે પણ ખરા. આ ભાગ્યાશાળી રાશિઓ કઈ કઈ છે જાણો.
Trending Photos
Budh Gochar 2025: બુધ ગ્રહ શ્રવણ નક્ષત્રમાંથી નીકળી ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. ઘનિષ્ઠા નક્ષત્રનો સ્વામી ગ્રહ મંગળ છે અને તેના રાશિ સ્વામી શનિ ગ્રહ છે. તેથી જ બુધ ગ્રહના આ ગોચર પર મંગળ અને શનિનો પ્રભાવ પણ રહેશે. બુધ ગ્રહ વ્યક્તિના જીવનમાં વાણી, બુદ્ધિ, વેપાર અને ધનનો કારક ગ્રહ ગણાય છે. બુધ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી મંગળ અને શનિ ગ્રહનો પ્રભાવ પણ બધી જ રાશિ પર પડશે.
બુધ ગ્રહના ઘનિષ્ઠતા નક્ષત્રમાં ગોચરથી લોકોની બૌદ્ધિક ક્ષમતા અને તાર્કિક વિચારોમાં વૃદ્ધિ થશે. આ સમયે નવી યોજનાઓ અમલમાં મૂકી શકાય છે. વેપાર, વાણિજ્ય, ઓનલાઇન બિઝનેસ અને મીડિયા સંબંધિત કામ માટે આ સમય શુભ છે. બુધ ગ્રહના આ ગોચરથી બધી જ રાશિઓ પર અસર થશે. પણ ત્રણ રાશિ એવી છે જેમને જાતકોને સૌથી સારું ફળ મળશે.
મેષ રાશિ
બુધ ગ્રહના ઘનિષ્ઠા નક્ષત્રમાં ગોચરથી મેષ રાશિના લોકોને કરિયર અને આર્થિક ક્ષેત્રમાં લાભ થશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી મળી શકે છે. પ્રમોશનની વાત અટકી હોય તો તેની બાધાઓ દૂર થઈ શકે છે. વેપારનો વિસ્તાર થશે. આ ગોચર દરમ્યાન બુદ્ધિશક્તિમાં વધારો થશે. સમય અત્યંત અનુકૂળ રહેશે.
વૃષભ રાશિ
આ ગોચરના પ્રભાવથી વૃષભ રાશિના લોકોને શિક્ષા અને જ્ઞાનમાં પ્રગતિ થશે. આર્થિક દ્રષ્ટિ કોણથી રોકાણની નવી તકો પ્રાપ્ત થશે. ભવિષ્યમાં લાભ થાય તેવી તક મળશે. વૃષભ રાશિના જે લોકો માર્કેટિંગ, મીડિયા અને લેખન સંબંધિત કામમાં જોડાયેલા હશે તેમને સફળતા મળશે. બિઝનેસ કરતા લોકોને નવી ડીલ મળી શકે છે. નવો વેપાર શરૂ કરવાની યોજના હોય તો સમય સારો છે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે.
કર્ક રાશિ
બુધ ગ્રહનો ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કર્ક રાશિના લોકોને સંપત્તિ અને નાણાકીય બાબતોમાં લાભકારક રહેશે. રીયલ એસ્ટેટ સંબંધિત મામલામાં સફળતા મળશે. કારકિર્દીમાં અધિકારીઓનો સહયોગ મળશે. માન,સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશન અને નવી જવાબદારી મળવાની પણ સંભાવના. વ્યક્તિગત જીવનમાં સારો સમય પસાર થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે