Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Dividend Stocks:ડિસેમ્બર ક્વાર્ટરમાં 'મિનીરત્ન' કંપનીના નફામાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કંપનીની આવકમાં વધારો થયો છે. પરિણામોની સાથે મિનીરત્ન PSU એ રોકાણકારોને ડિવિડન્ડની ભેટ આપી છે.
Trending Photos
NHPC Q3 Results, Dividend: સરકારી વીજ ઉત્પાદન કંપની NHPC લિમિટેડે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. બજાર બંધ થયા બાદ શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર ડિસેમ્બર ક્વાર્ટરમાં 'મિનીરત્ન' કંપનીના નફામાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કંપનીની આવકમાં વધારો થયો છે. પરિણામોની સાથે મિનીરત્ન PSU એ રોકાણકારોને ડિવિડન્ડની ભેટ આપી છે. પાવર કંપનીનો શેર 0.28%ના ઘટાડા સાથે રૂ.77.43 પર બંધ થયો હતો.
NHPC Q3 Results: નફો 52% થી વધુ ઘટ્યો
એક્સચેન્જ ફાઈલિંગ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં પાવર જનરેશન કંપની NHPCનો ચોખ્ખો નફો 52.5% ઘટીને રૂ. 231 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 486.7 કરોડ હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 11.3 ટકા વધીને રૂ. 2,286.8 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં આવક રૂ. 2,055.5 હતી.
ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં, EBITDA એટલે કે કાર્યકારી નફો 35.8% વધીને રૂ. 1,021.5 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 752.1 કરોડ હતો. વાર્ષિક ધોરણે EBITDA માર્જિન 36.6 ટકાથી વધીને 44.7 ટકા થયું છે.
NHPC Q3 Dividend: 14% ડિવિડેન્ડની જાહેરાત
સરકારી વીજ ઉત્પાદન કંપનીના બોર્ડે પરિણામોની સાથે ડિવિડન્ડ જાહેર કર્યું છે. બોર્ડે રૂ. 1.40ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી એટલે કે રૂ. 10ની ફેસ વેલ્યુ પર શેર દીઠ 14%. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વચગાળાના ડિવિડન્ડ મેળવવા માટે શેરધારકોની લાયકાત નક્કી કરવા માટે 13 ફેબ્રુઆરી, 2025 રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. કંપની એક્ટ, 2013 માં નિર્ધારિત સમયગાળાની અંદર વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે