આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જવા તૈયાર થાય છે ગુજરાતીઓ
આ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. એવું કહેવાય છે કે અમેરિકન ડ્રીમ લોકોને પોતાનો જીવ જોખમમાં નાખવા માટે મજબૂર કરે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ અમેરિકન સપનું શું છે?
Trending Photos
અમદાવાદઃ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં સત્તા પરિવર્તન સાથે હાહાકાર મચી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે વચનો આપી સત્તામાં આવ્યા તેમાંથી કેટલાકને પૂરા કરવામાં લાગી ગયા છે. તેમાંથી એક વચન હતું કથિત ગેરકાયદેસર પ્રવાસીઓને અમેરિકામાંથી બહાર કરવા. તાજેતરમાં ટ્રમ્પે 100થી વધુ ભારતીયોને બહાર કાઢ્યા છે. વિવિધ રાજ્યોના 104 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને એક અમેરિકી સૈન્ય વિમાન બુધવારે અમૃતસર પહોંચ્યું હતું. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહીના ભાગરૂપે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીયોનું આ પ્રથમ જૂથ હતું. દેશનિકાલ કરાયેલા 33 લોકો હરિયાણા અને ગુજરાતના, 30 પંજાબના, ત્રણ-ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના અને બે ચંદીગઢના હતા. આ માત્ર ભારતનું ઉદાહરણ છે. દર વર્ષે વિશ્વભરમાંથી હજારો લોકો અમેરિકા જવાનો પ્રયાસ કરે છે. આ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. એવું કહેવાય છે કે અમેરિકન ડ્રીમ લોકોને પોતાનો જીવ જોખમમાં નાખવા માટે મજબૂર કરે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ અમેરિકન સપનું શું છે?
અમેરિકન ડ્રીમ શું છે?
'અમેરિકન ડ્રીમ' (The American Dream) એક સામાજિક અને આર્થિક વિચારધારા છે, જે તે ધારણા પર આધારિત છે કે અમેરિકામાં દરેક વ્યક્તિ આકરી મહેનત અને લગનથી સફળતા હાસિલ કરવાની સમાન તક મળે છે. આ વિચારને 1931મા અમેરિકી લેખલ જેમ્સ ટ્રસ્લો એડમ્સે પોતાના પુસ્તક "The Epic of America" માં પરિભાષિત કર્યો હતો. આ સ્વપ્ન સ્વતંત્રતા, સમાનતા અને આર્થિક તકો પર આધારિત છે, જેણે વર્ષોથી વિશ્વભરના લાખો લોકોને અમેરિકા તરફ આકર્ષ્યા છે. એડમ્સે તેનું વર્ણન "એવી ભૂમિનું સ્વપ્ન કે જેમાં દરેક વ્યક્તિ માટે જીવન વધુ સારું, સમૃદ્ધ અને ભરપૂર હોય, જેમાં દરેકને તેની ક્ષમતા અથવા સિદ્ધિ અનુસાર તક મળે." એડમ્સે આગળ કહ્યું, "તે એક સ્વપ્ન છે જે યુરોપિયન ઉચ્ચ વર્ગોને સમજવું મુશ્કેલ લાગે છે, અને જે આપણામાંના ઘણા લોકો પોતાની જાત પર વિશ્વાસ કરવામાં અસમર્થ છે. તે માત્ર મોટર કાર અને ઉચ્ચ વેતનનું સ્વપ્ન નથી, પરંતુ એક સામાજિક વ્યવસ્થાનું સપનું છે જેમાં દરેક સ્ત્રી અને પુરુષ જન્મજાત રીતે સક્ષમ હોય તેવા સંપૂર્ણ કદને પ્રાપ્ત કરી શકશે."
ગુજરાતીઓ અને ભારતીયોનું અમેરિકા તરફ પલાયન
ગુજરાતીઓ અને ભારતીયો મોટી સંખ્યામાં અમેરિકા જાય છે અને તેની પાછળ ઘણા કારણ છે.
શિક્ષણ અને ઉચ્ચ ગુણવત્તાવાળી વિશ્વ વિદ્યાલય
અમેરિકામાં વિશ્વની ટોચની વિશ્વવિદ્યાલય જેમ કે હાર્વર્ડ, એમઆઈટી, સ્ટેનફોર્ડ અને અન્ય સંસ્થાઓ ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષિત કરે છે. અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યાં બાદ ત્યાં રહી જવાની પ્રવૃત્તિ વધી છે.
અર્થવ્યવસ્થા અને નોકરીની તક
અમેરિકાની મજબૂત અર્થવ્યવસ્થા અને ટેક્નોલોજી સેક્ટરમાં અપાર સંભાવનાઓ ગુજરાતીઓ અને ભારતીયોને આકર્ષિત કરે છે. વિશેષ રૂપથી સોફ્ટવેર એન્જિનિયર, ડોક્ટર અને બિઝનેસ પ્રોફેશનલ્સ માટે અમેરિકા એક આદર્શ સ્થાન છે.
ગ્લોબલ એક્સપોઝર અને સારી જીવનશૈલી
અમેરિકામાં રહેતા ભારતીયોને ઉચ્ચ વેતન, સામાજિક સુરક્ષા અને આધુનિક જીવનશૈલીનો લાભ મળે છે.
ગ્રીન કાર્ડ અને સ્થાયી નિવાસ
અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ, જેમ કે H-1B વિઝા, ભારતીય આઈટી પ્રોફેશનલ્સને અમેરિકામાં વસવાની તક આપે છે. પરંતુ ટ્રમ્પ આવ્યા બાદ આ નીતિઓ પર સંકટના વાદળો છવાયા છે.
માઇગ્રેશન ટ્રેન્ડ અને પારિવારિક સંબંધ
ઘણા ભારતીયોના સંબંધીઓ અને મિત્રો પહેલાથી અમેરિકામાં વસેલા છે, જેનાથી નવા પ્રવાસીઓ માટે અમેરિકા જવાનો માર્ગ સરળ બની જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે