ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, 2011ના વર્લ્ડ કપની ફાઈનલ રમી ચૂક્યો છે
પરિસ્થિતિ ક્યારે કરવટ લે તે કોઈ કળી શકતું નથી. આ ક્રિકેટર એક સમયે 2011નો વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. ધોની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલ પણ રમી ચૂક્યો છે પરંતુ હવે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઓસ્ટ્રેલિયામાં બસ ચલાવે છે.
Trending Photos
મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ 2011 વર્લ્ડ કપ ફાઈનલ અને સીએસકે માટે આઈપીએલમાં સાથે રમી ચૂકેલો એક ક્રિકેટર હાલ ઓસ્ટ્રેલિયામાં રહીને બસ ચલાવે છે. આ ક્રિકેટરનું નામ છે સૂરજ રણદીવ. વર્ષ 2011માં ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં સૂરજ રણદીવ શ્રીલંકાની ટીમનો ભાગ રહ્યો હતો. સૂરજ રણદીવ ધોનીની કેપ્ટનશીપવાળી CSK માટે પણ રમી ચૂક્યો છે. વર્ષ 2012માં CSK માટે રમતા સૂરજ રણદીવે 8 મેચમાં 6 વિકેટ લીધી હતી.
ડ્રાઈવરી કરવા માટે મજબૂર છે આ ધોનીનો મિત્ર
શ્રીલંકા માટે ક્રિકેટ રમી ચૂકેલા સૂરજ રણદીવ હવે ક્રિકેટરમાંથી બસ ડ્રાઈવર બની ગયો છે. શ્રીલંકાના પૂર્વ સ્પિનર સૂરજ રણદીવે વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા ગમન કર્યું હતું. જ્યાં તે હવે બસ ચલાવવા ઉપરાંત એક લોકલ ક્લબ માટે ક્રિકેટ પણ રમે છે. સૂરજ રણદીવે શ્રીલંકા માટે 12 ટેસ્ટ મેચમાં 46 વિકેટ લીધી હતી. રણદીવે 31 વનડેમાં 36 વિકેટ અને 7 ટી20 મેચોમાં 7 વિકેટ લીધી હતી.
વિરેન્દ્ર સહેવાગ સાથે બેઈમાની?
ભારતીય ક્રિકેટ ફેન્સ સૂરજ રણદીવે તેના નો બોલના કારણ જાણે છે. જેણે 99 રન પર બેટિંગ કરી રહેલા સહેવાગને સદીથી અળગો કર્યો હતો. સૂરજ રણદીવ એ સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તે જાણી જોઈને નો બોલ ફેકતા પકડાયો હતો. વાત જાણે એમ હતી કે સૂરજ રણદીવે વીરેન્દ્ર સહેવાગની સદી પૂરી ન થાય તે માટે દિલશાનના કહેવા પર નો બોલ ફેંક્યો હતો.
ભારતને જીત માટે એક રનની જરૂર હતી અને સહેવાગ 99 રન પર બેટિંગ કરી રહ્યો હતો. જો સહેવાગ એ રન કરી નાખત તો તેની સદી પૂરી થઈ ગઈ હોત. આવામાં દિલશાને કાવતરું રચતા રણદીવને જાણી જોઈને નો બોલ ફેંકવા માટે સલાહ આપી હતી અને તેણે એમ જ કર્યું. જો કે સહેવાગે નો બોલ ઉપર પણ છગ્ગો માર્યો હતો, પરંતુ નો બોલ હોવાના કારણે એમ્પાયરોએ ભારતને વિજેતા જાહેર કર્યું અને તેનો છગ્ગો તેના રનમાં જોડાયો નહીં. સહેવાગ 99 રન પર નોટઆઉટ રહ્યો હતો.
સૂરજ રણદીવ અને દિલશાન પર થઈ હતી કાર્યવાહી
નોંધનીય છે કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સૂરજ રણદીવને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો હતો જ્યારે તિલકરત્ને દિલશાન પર દંડ ઠોક્યો હતો. સૂરજ રણદીવ શ્રીલંકા માટે 12 ટેસ્ટ રમ્યો છે અને તેના નામે 43 વિકેટ છે. વનડે ફોર્મેટમાં તેના પ્રદર્શનને જોઈએ તો તેણે 31 મેચ રમી છે અને 36 વિકેટ લીધી છે.
2011ના વર્લ્ડ કપ ફાઈનલમાં મળી હતી તક
વિરેન્દ્ર સહેવાગ સાથે ચિટિંગથી સૂરજ રણદીવનું નામ આખી દુનિયામાં બદનામ થયું હતું. જો કે ત્યારબાદ અચાનક 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમમાં સામેલ કરાયો પરંતુ તે એક ક્રિકેટર તરીકે સફળ થયો નહીં અને આજે ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવર કરવા માટે મજબૂર થયો છે.
જીવન નિર્વાહ માટે બસ ડ્રાઈવર બન્યો
અત્રે જણાવવાનું કે 2011 વર્લ્ડ કપમાં શ્રીલંકન ક્રિકેટ ટીમનો સભ્ય સૂરજ રણદીવ હવે પોતાનો અને પરિવારનો જીવન નિર્વાહ કરવા માટે ઓસ્ટ્રેલિયામાં રહીને બસ ચલાવે છે. સૂરજ ઉપરાંત શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર ચિંતરા નમસ્તે અને વાડિંગ્ટન વાયેંગા પણ ઓસ્ટ્રેલિયામાં વસી ગયા છે અને મેલબર્નમાં ફ્રેન્ચ-આધારિત કંપની ટ્રાન્સદેવમાં બસ ડ્રાઈવરનું કામ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે