પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી

ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન અમદાવાદમાં આજે સંપન્ન થયા છે. આ પ્રસંગે ગૌતમ અદાણીએ 10 હજાર કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 

પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી

અમદાવાદઃ અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અને દિવા શાહના લગ્ન થઈ ગયા છે. અબજોપતિ ઉદ્યોગપતિએ ન માત્ર લગ્ન સાધારણ રાખ્યા પરંતુ 10 હજાર કરોડ રૂપિયાનું દાન પણ કર્યું છે. તેમના દાનનો મોટો ભાગ હેલ્થકેર, એજ્યુકેશન અને સ્કિલ ડેવલોપમેન્ટ પર ખર્ચ થવાનો છે. અદાણી સમૂહનો આ પ્રયાસ સમાજના બધા વર્ગોને સસ્તામાં વિશ્વ સ્તરીય હોસ્પિટલો અને મેડિકલ કોલેજોની સુવિધા ઉપલબ્ધ કરાવવા પર કેન્દ્રીત છે. આ સિવાય 12 સ્કૂલો અને રોજગાર ક્ષમતાની સાથે અપગ્રેડેડ ગ્લોબલ સ્કિલ એકેડમીના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.

— ANI (@ANI) February 7, 2025

ગૌતમ અદાણીએ માગી માફી
ગૌતમ અદાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પુત્ર જીતના લગ્નની તસવીરો શેર કરી છે. આ સાથે તેમણે નજીકના લોકોને આમંત્રણ ન આપવા માટે માફી માગી છે. ગૌતમ અદાણીએ લખ્યું- પરમપિતા પરમેશ્વરના આશીર્વાદથી જીત અને દિવા આજે પવિત્ર લગ્નના બંધનમાં બંધાયા છે. આ લગ્ન આજે અમદાવાદમાં પરિવારજનો વચ્ચે પરંપરાગત રીતિ-રિવાજો અને શુભ મંગળ ભાવની સાથે સંપન્ન થયા. આ એક નાનો અને ખાનગી સમારોહ હતો, તેથી અમારી ઈચ્છા છતાં બધા શુભચિંતકોને આમંત્રિત ન કરી શક્યા, તે માટે હું ક્ષમાપાર્થી છું. હું તમારા બધા પાસે પુત્રિ દિવા અને જીત માટે સ્નેહ અને આશીર્વાદનો આકાંક્ષી છું. 

यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ।

यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके,… pic.twitter.com/RKxpE5zUvs

— Gautam Adani (@gautam_adani) February 7, 2025

લગ્ન પર મંગળ સેવા
આ લગ્ન પહેલા અદાણી ગ્રુપે મંગલ સેવાની શરૂઆત કરી હતી. તે હેઠળ દર વર્ષે 500 નવપરિણીત દિવ્યાંગ મહિલાઓને આર્થિક સહાયતા આપવામાં આવશે. આ સાથે તેમને લગ્ન બાદ આત્મસન્માન અને આત્મવિશ્વાસની સાથે પોતાના જીવનની શરૂઆત કરવા સક્ષમ બનાવવામાં આવશે. અદાણી ગ્રુપે આપેલી જાણકારી પ્રમાણે તેમને નવા જીવનની શરૂઆત માટે દર વર્ષે 10 લાખ રૂપિયા આપવામાં આવશે. જીત અદાણીએ 25 નવપરિણીત દિવ્યાંગ મહિલાઓ અને તેના પતિઓ સાથે અંગત મુલાકાત કરી તેમને આર્થિક સહાયતા પ્રદાન કરી હતી.

जीत और दिवा ने प्रति वर्ष 500 दिव्यांग बहनों के विवाह में प्रत्येक बहन के लिए 10 लाख का आर्थिक सहयोग कर ‘मंगल सेवा’ का संकल्प लिया है।

एक पिता के रूप में यह ‘मंगल… pic.twitter.com/tKuW2zPCUE

— Gautam Adani (@gautam_adani) February 5, 2025

જીત અદાણી વિશે
ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીએ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તે 2019માં અદાણી ગ્રુપમાં સામેલ થયો હતો. તેણે સ્ટ્રેટેજિક ફાઈનાન્સ, કેપિટલ માર્કેટ્સ અને રિસ્ક એન્ડ ગવર્નેન્સ પોલિસીને જોતા ગ્રુપ સીએફઓ તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. જીત અદાણી એરપોર્ટ વ્યવસાયની સાથે-સાથે અદાણી ડિજિટલ લેબ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news