ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો, એક જ વારમાં મળ્યો આટલા અબજનો માલ
World Biggest Treasure: દરેક વ્યક્તિ વિચારતા હોય છે કે, કાંશ તેને કોઈ દિવસ ખજાનો મળી જાય. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોટો ખજાનો છેલ્લે કયા દેશને મળ્યો હતો? આજે અમે તમને જણાવીશું કે, કયા દેશને સૌથી મોટો ખજાનો મળ્યો છે.
Trending Photos
World Biggest Treasure: ક્યારેય રૂપિયા ઢગલો, સોનું અને ચાંદી મળે અને હું અમીર બની જાઉં. બાળપણમાં બાળકોને વારંવાર આવા સપના જોતા રહે છે. જો કે, આ સપના ખોટા નથી. દુનિયાભરમાં ઘણી વખત જોવામાં આવ્યું છે કે, લોકોને એક જ વારમાં આટલો બધો ખજાનો મળી ગયો છે, જેની કિંમત અબજો અને ટ્રિલિયન્સ છે. આજે અમે તમને એ પણ જણાવીશું કે, દુનિયાનો સૌથી મોટો ખજાનો કોને મળ્યો અને તેની કિંમત શું હતી.
ધરતીની નીચે ખજાનો
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે, લોકોને ખેતરોથી લઈને પર્વતો સુધી ઘણી વાર ખજાનો મળ્યો છે. ઘણા લોકો સોનાના સિક્કા કે પ્રાચીન મૂર્તિઓ શોધીને અમીર બન્યા છે. પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી અમીર ખજાના વિશે જણાવીશું. જેની આજના બજારમાં કિંમત અબજો રૂપિયા છે.
આ દેશને મળ્યો સૌથી મોટો ખજાનો
ઉલ્લેખનીય છે કે, ચીન પાસે દુનિયાનો સૌથી મોટો ખજાનો છે. ચીનને તેના જ દેશમાં 2 લાખ 11 હજાર 800 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા હુનાન પ્રાંતમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો છે. ચીનને જમીનના 2000 મીટરની અંદર એટલો મોટો સોનાનો ભંડાર મળ્યો છે, જેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. મળતી માહિતી મુજબ 40 શિરાઓમાં લગભગ 1 હજાર મેટ્રિક ટન સોનું મળી આવ્યું છે. આ સોનું એટલું છે કે, દેશની રિઝર્વને 50 ટકા વધારી શકાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 મેટ્રિક ટન સોનાની કિંમત લગભગ 83 અબજ ડોલર અથવા 7 લાખ કરોડ રૂપિયા છે.
આ દેશોમાં પણ મળી ચૂક્યો છે સોનાનો ખજાનો
નોંધનીય છે કે, અગાઉ દક્ષિણ આફ્રિકાના સાઉથ ડીપમાં 929 ટન સોનાનો ભંડાર મળી આવ્યો હતો. પરંતુ હવે હુનાનમાં મળેલા સોનાના ભંડારને કારણે ચીન આ યાદીમાં નંબર વન પર આવી ગયું છે. જ્યારે ઇન્ડોનેશિયાના ગ્રાસબર્ગમાં 856 ટન સોનાનો ભંડાર મળી આવ્યો હતો. આ ઉપરાંત રશિયાના ઓલિમ્પિયાડમાં 737 ટન, પાપુઆ ન્યુ ગીનીના લિહિરમાં 680 ટન, ચિલીના નોર્ટે એબિર્ટોમાં 657 ટન, નેવાડાના કાર્લિનમાં 353 ટન, ઓસ્ટ્રેલિયાના બોડિન્ગટનમાં 350 ટન, દક્ષિણ આફ્રિકાના પોનેન્ગમાં 330 ટન, ડોમિનિકન રિપબ્લિકના પૂબલો વીજોમાં 309 ટન અને નેવાડાની કોર્ટેઝમાં 246 ટન સોનાનો ભંડાર મળી ચૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે