Maruti Suzukiની આ સસ્તી કારે તોડ્યો રેકોર્ડ, જાન્યુઆરી 2025માં સૌથી વધુ વેચાતી કાર બની

Best Selling Car: ઓટો સેક્ટર માટે જાન્યુઆરી મહિનો ઘણો સારો રહ્યો છે કારણ કે જાન્યુઆરી મહિનામાં ઓટો સેક્ટરના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જાન્યુઆરી 2025માં સૌથી વધુ વેચાતી ટોપ 10 કારની યાદી જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે જાન્યુઆરી 2025માં કઈ કારનું સૌથી વધુ વેચાણ થયું છે. 
 

Maruti Suzukiની આ સસ્તી કારે તોડ્યો રેકોર્ડ, જાન્યુઆરી 2025માં સૌથી વધુ વેચાતી કાર બની

Best Selling Car: નવા વર્ષ 2025નો પહેલો મહિનો પૂરો થઈ ગયો છે. ઓટો સેક્ટર માટે જાન્યુઆરી મહિનો ઘણો સારો રહ્યો છે કારણ કે જાન્યુઆરી મહિનામાં ઓટો સેક્ટરના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ આ સેક્ટરમાં કારના વેચાણમાં પણ વધારો થયો છે. હવે જાન્યુઆરી 2025માં સૌથી વધુ વેચાતી ટોપ 10 કારની યાદી જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ કે જાન્યુઆરી 2025માં કઈ કારનું સૌથી વધુ વેચાણ થયું છે.

મારુતિ સુઝુકીની આ કાર છે ટોપ પર

જાન્યુઆરી 2025માં સૌથી વધુ વેચાતી ટોપ 10 કારમાં મારુતિ સુઝુકીની વેગનઆરનું નામ ટોચ પર છે, એટલે કે જાન્યુઆરીમાં સૌથી વધુ વેચાતી કાર વેગનઆર છે. જાન્યુઆરી મહિનામાં વેગનઆરના 24,078 યુનિટ વેચાયા હતા. આ વેચાણ ગયા વર્ષ કરતાં 35 ટકા વધુ છે, જે દર્શાવે છે કે મારુતિ સુઝુકી વેગનઆર લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

મારુતિ સુઝુકીની કાર પણ બીજા સ્થાને છે

મારુતિ સુઝુકી બલેનો જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ વેચાતી ટોપ 10 કારમાં બીજા ક્રમે છે. જાન્યુઆરી મહિનામાં મારુતિ સુઝુકી બલેનોના 19,965 યુનિટ વેચાયા હતા. જાન્યુઆરી 2025માં ત્રીજી સૌથી વધુ વેચાતી કાર હ્યુન્ડાઈ ક્રેટા છે, જેણે 18,522 યુનિટ વેચ્યા છે. ચોથા સ્થાને મારુતિ સુઝુકી સ્વિફ્ટ જાય છે, જેણે 17,081 યુનિટ વેચ્યા છે. આ સિવાય ટોપ 10ની યાદીમાં Tata Punch, Maruti Suzuki Grand Vitara, Mahindra Scorpio, Tata Nexon, Maruti Suzuki Dezire અને Maruti Suzuki Franksનો સમાવેશ થાય છે.

2024માં સૌથી વધારે ટાટાની આ કાર વેચાણી હતી

મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં મોટી સંખ્યામાં કારનું વેચાણ થયું છે, જો કે ગયા વર્ષમાં ટાટાની પંચ કારે સૌથી વધારે સેલિંગનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, ત્યારે હવે મારૂતી સુઝુકીએ પણ માર્કેટમાં પાછા ટોપ સ્થાન મેળવવા માટે મથામણ ચાલુ કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news