હોળી બાદ રાહુ-કેતુની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળા ધનમાં આળોટશે, બંપર લાભથી તિજોરીઓ ખૂટી પડશે!
Rahu-ketu Gochar: વૈદિક જ્યોતિષ મુજબ રાહુ અને કેતુ બંને નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી શકે છે.
Trending Photos
વૈદિક પંચાંગ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે 16 માર્ચના રોજ સાંજે .50 વાગે રાહુ અને કેતુ બંને નક્ષત્ર પરિવર્તન કરશે. રાહુ જ્યાં પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યાં કેતુ પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. આવામાં રાહુ અને કેતુના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ આ રાશિઓ પર રાહુ અને કેતુની વિશેષ કૃપા રહેશે. જેનાથી તેમના આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
તુલા રાશિ
તમારા માટે કેતુ અને રાહુનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. નોકરી કરતા જાતકોના પદ અને પગારમાં વધારો થવાની સંભાવના છે. જે લોકોની દુકાન છે તેમને આવકના નવા સ્ત્રોતથી લાભ થશે. આ સાથે જ તમારા સુખ સાધનોમાં વધારો થશે. ઘર પરિવારમાં પણ અનેક શુભ કાર્યો પૂરા થશે. આ દરમિયાન તામારા કાર્યોની સિદ્ધિ થશે. ધનની આવકના નવા સ્ત્રોત ઊભા થશે.
મેષ રાશિ
કેતુ અને રાહુનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિવાળા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમયગાળામાં તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. આ સાથે જ વેપરીઓને આર્થિક મામલાઓમાં ઉન્નતિના યોગ છે. નોકરીયાત જાતકો સમયસર ટાર્ગેટ પૂરો કરશે. નોકરી કરનારા જાતકોના પદ અને પગાર બંનેમાં વધારો થવાની સંભાવના છે. જે લોકોની દુકાન છે તેમને આવકના નવા સ્ત્રોતથી લાભ થશે. ધન આગમનના નવા માર્ગ બનશે. સમાજમાં ઉચ્ચ પ્રતિષ્ઠા બનશે અને તમને ખુબ માન સન્માન મળી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. નોકરીયાત જાતકો માટે પદોન્નતિના યોગ છે. બગડેલા કાર્યોમાં પણ સુધારો જોવા મળશે. ભાગ્યનો સાથ મળશે. જે કાર્યો તમારા અધૂરા હતા તે પૂરા થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઈચ્છાઓ પૂરી થશે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે