બજેટ પહેલા ગુજરાતના આ ધારાસભ્યએ સરકાર પાસે ખેડૂતો માટે કરી મોટી માંગ
MLA Mahesh Kaswala Letter To Gujarat Government : સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ વર્ષ 2025-26 ના ગુજરાત રાજ્યના બજેટમાં ખેડૂતોને સરકારી યોજનાનો વધુ લાભ મળે તેવી રજૂઆત કરી
Trending Photos
Gujarat Budget 2025-26 અમરેલી : આગામી 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે તે પહેલા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે ગુજરાતના ખેડૂતો માટે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની યોજનાના બજેટમાં વધારો કરવા માંગ કરી છે. 2025-26ના વર્ષના બજેટમાં નોંધપાત્ર વધારો કરી ખેડૂતોને યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરાઈ છે.
આ યોજના માટે બજેટ વધારો
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ બજેટ પૂર્વે સરકારની ખેડૂતોલક્ષી યોજના માટેના બજેટમાં વધારો કરવા સરકારને રજૂઆત કરી છે. તેમણે ખેતી માટે તાર ફેન્સિગ યોજના બજેટમાં વધારો કરવાની માંગ કરી છે. તાર ફેન્સીંગ યોજનામાં જોગવાઇમાં મુજબ વહેલા તે પહેલા ધોરણે અરજી કરે તેને લાભ મળે છે. ત્યારે આઈ ખેડૂત પોર્ટલમાં થતી ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં લાભાર્થીના લક્ષ્યાંક વધારવાની અંગે રજૂઆત કરી. સૌરાષ્ટ્રમાં નીલગાય, રોઝ અને ભૂંડ સહિતના પ્રાણીઓનો પાક નુકશાન ટાળવા તાર તાર ફેન્સીગની યોજના અમલી છે. ત્યારે 2025-26ના બજેટમાં તાર ફેન્સિગ્ની યોજના માટે બજેટમાં નોંધપાત્રો વધારો કરવાની કરી રજૂઆત
પત્રમાં શું રજૂઆત કરી
ધારાસભ્યએ પત્રમાં રજૂઆત કરી કે,, રાજ્યના ખેડુતોને ખેતીના પાકને રક્ષણ મળે તે માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની યોજના સરકારશ્રી દ્વારા જાહેર કરેલ છે. આ યોજનાના લાભ માટે ખેડુતોએ આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ દ્વારા ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેતા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે તેવું જાહેર કરેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડુતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે,પરંતુ લક્ષ્યાંકની મર્યાદામાં લાભ મળતો હોવાથી મોટા ભાગના ખેડુતો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.જેના કારણે ખેડુતો પોતાના પાકના રક્ષણ માટે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મારા વિધાનસભા મત વિસ્તારમાં ખેતીના પાકને નુકશાન કરતા જાનવર જેવા કે રોજ, નિલગાય, ભૂંડ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા હોય તેથી ખેતીના પાકને ખૂબ જ નુકશાન થાય છે.અને લક્ષ્યાંક મર્યાદામાંથી ખેડુતોને લાભ મળતો હોવાથી લાભ મેળવવામાં રહી ગયેલા ખેડુતોની ખુબ રજુઆત આવે છે.તેથી આ યોજનાનો મોટા પ્રમાણમાં ખેડુતોને લાભ મળી રહે તે માટે સરકારે હકારાત્મક અભિગમ અપનાવી આગામી સને ૨૦૨૫-૨૬ના વર્ષના બજેટમાં નોંધપાત્ર વધારો કરી અને ખેડુતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટેની જોગવાઈ કરી નાણાકીય લક્ષ્યાંકમાં વઘારો કરવા મારી આપ સાહેબને વિનંતી સહ ભલામણ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે