Heart Attack: સૌથી વધુ હાર્ટએટેક સોમવારે કેમ આવે છે? વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો, ખાસ જાણો
અનેક એવા કેસ જોવા મળ્યા છે કે જેમાં અઠવાડિયાના સાતેય દિવસોમાં સોમવારે હાર્ટ એટેક આવતા હોય. તો તેની પાછળનું કારણ શું? વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો. જાણીને દંગ રહેશો.
Trending Photos
નવા અઠવાડિયાનો પહેલો દિવસ સોમવારે હોય છે અને તે મોટાભાગે ભાગદોડ અને તણાવવાળો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે અનેક રિસર્ચથી એ વાત સામે આવી છે કે સોમવારે હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ હોય છે? આ વાત જાણીને તમને નવાઈ લાગશે પરંતુ તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.
બ્રિટિશ કાર્ડિયોવાસ્ક્યુલર સોસાયટી (BCS) કોન્ફરન્સ 2023માં રજૂ કરાયેલા એક અભ્યાસે હાર્ટ એટેક અંગે નવી જાણકારી આપી હતી. આ અભ્યાસ મુજબ અઠવાડિયાના કોઈ પણ અન્ય દિવસની સરખામણીમાં સોમવારે હાર્ટ એટેકના મામલા વધુ જોવા મળે છે. આ રિસર્ચ બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટ અને રોયલ કોલેજ ઓફ સર્જન્સ આયરલેન્ડના ડોક્ટરો દ્વારા કરાયો હતો.
સોમવારે કેમ વધે છે હાર્ટ એટેકનું જોખમ
રિસર્ચસે 2013થી 2018 વચ્ચે 10 હજારથી વધુ દર્દીઓના રેકોર્ડની તપાસ કરી. જેમને સૌથી ગંભીર પ્રકારના હાર્ટ એટેક, ST-segment elevation myocardial infarction (STEMI) ના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું કે અઠવાડિયાની શરૂઆતમાં (ખાસ કરીને સોમવારે) આવા ગંભીર હાર્ટ એટેક આવવાની ઘટનાઓ 13% સુધી વધી જાય છે.
શું કહે છે એક્સપર્ટ્સ
રિસર્ચ સાથે જોડાયેલા ડોક્ટર જૈપ લૈફને ડેઈલી મેઈલને જણાવ્યું કે આ પ્રકારનો ટ્રેન્ડ પહેલા પણ પશ્ચિમી દેશોમાં જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ, શિયાળામાં અને સવારના સમયમાં હાર્ટ એટેકની સંભાવના વધુ હોય છે. આ ઉપરાંત, સ્ટ્રોકના કેસોમાં પણ આ પ્રકારની પેટર્ન જોવા મળી છે. ડોક્ટરોનું માનવું છે કે તેનું મુખ્ય કારણ આપણી બાયોલોજિકલ ક્લોકમાં થનારા ફેરફાર હાઈ શકે છે. જે હોર્મોન લેવલને પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત સોમવારે કામ પર પાછા ફરવાની ચિંતા અને તણાવથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધી જાય છે, જેનાથી હાર્ટએટેકનું જોખમ વધી શકે છે.
હાર્ટ એટેકથી કેવી રીતે બચવું
- જો સમયસર હાર્ટ એટેકના લક્ષણોને ઓળખી લેવાય તો જીવન બચાવી શકાય છે.
- છાતીમાં દુખાવો, જે દબાણ, જકડાઈ જવું, કે બળતરા જેવું મહેસૂસ કરાવે છે.
- શ્વાસ ચડવો, જે છાતીમાં દુખાવાની સાથે કે તેના વગર થઈ શકે છે.
- બાવળા, ગળું, જડબુ, પીઠ કે પેટમાં દુખાવો જેને મોટાભાગે સ્નાયુમાં ખેંચાણ કે અપચો સમજી લેવાય છે.
- ઠંડો પરસેવો, ચક્કર આવવા, જીવ ડહોળાવો, કે વધુ થાક
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે