અમદાવાદમાં બુધવારે રમાશે વનડે મેચ, સ્ટેડિયમ જવા માટે દર 8 મિનિટે મળશે મેટ્રો, સમય પણ લંબાવાયો

અમદાવાદમાં બુધવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાવાની છે. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચવાના છે. આ પહેલા મેટ્રોએ સ્ટેડિયમ જવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. 

અમદાવાદમાં બુધવારે રમાશે વનડે મેચ, સ્ટેડિયમ જવા માટે દર 8 મિનિટે મળશે મેટ્રો, સમય પણ લંબાવાયો

અમદાવાદઃ તા. 12 ફેબ્રુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

તા. 12 ફેબ્રુઆરીના રોજ, અમદાવાદમાં (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી) મેટ્રો ટ્રેન દર ૮ મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.

મોટેરા સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય મધ્યરાત્રિના 12 વાગ્યાનો રહેશે.

રાત્રિના 10 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર પેપર ટિકિટ લેવાની રહેશે કે જે આખા દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી તે દિવસે અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.

જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ જ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR / TOKEN) રાત્રિ ના ૧૦ વાગ્યા પછી લંબાયેલ સમય દરમ્યાન માન્ય રહેશે નહીં.

આ માર્ગ રહેશે બંધ
અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં મેચને લઈને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે જાહેરનામું બહાર પડાયું છે. મેચના દિવસે સવારે 9 કલાકથી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. 

— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) February 10, 2025

આ છે વૈકલ્પિક માર્ગ
તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. 

કૃપા રેસીડેન્સીથી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્થા થઈ ભાટ કોટેશ્વર રોડ થી એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news