ટીમ ઈન્ડિયામાં શમીની જોરદાર વાપસી, ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં કોણ IN કોણ OUT?
India vs England T20 Series: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. BCCIએ આની સત્તાવાર જાહેરાત કરી છે. ભારતીય ટીમ 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ રમશે.
Trending Photos
India vs England T20 Series: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. BCCIએ આની સત્તાવાર જાહેરાત કરી છે. ભારતીય ટીમ 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝ રમશે. આ પછી વનડે સિરીઝનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રવેશ કરશે. વનડે સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે હજુ સુધી ટીમની પસંદગી કરવામાં આવી નથી.
શમીની ટીમમાં વાપસી
અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 13 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. તે ઈજાને કારણે નવેમ્બર 2023માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યા બાદથી બહાર હતો. તેણે ભારત માટે 23 T20 મેચમાં 24 વિકેટ લીધી છે.
શમીએ કરાવી હતી સર્જરી
શમી પગની ઘૂંટીની ઈજાને કારણે લાંબા સમયથી ટીમની બહાર રહ્યો છે. તેમણે સર્જરી કરાવી અને પછી ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી. 34 વર્ષીય શમીએ રણજી ટ્રોફીમાં ક્રિકેટમાં વાપસી કરી અને T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમ્યો હતો. જો કે, ઘૂંટણમાં સોજાના કારણે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમનો ભાગ બની શક્યો ન હતો. શમી નવેમ્બર 2022 પછી T20માં રમશે. T20 વર્લ્ડ કપ 2022 પછી તે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી શક્યો નથી.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
Mohammad Shami returns as India’s squad for T20I series against England announced.
All The Details 🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank https://t.co/jwI8mMBTqY
— BCCI (@BCCI) January 11, 2025
રિષભ પંતથી આગળ નિકળી ગયો ધ્રુવ જુરેલ
T-20 સિરીઝ માટે વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની પસંદગી કરવામાં આવી નથી. ધ્રુવ જુરેલને તેમના વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે સંજુ સેમસન પછી ટીમનો બીજો વિકેટકીપર હશે. જિતેશ શર્માની જગ્યાએ જુરેલની પસંદગી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કમાલ દેખાડનાર નીતિશ કુમાર રેડ્ડી ફરી T20 ટીમમાં વાપસી કરી છે. રમનદીપ સિંહની જગ્યાએ તેની પસંદગી કરવામાં આવી હતી. અન્ય ઓલરાઉન્ડર શિવમ દુબેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
અભિષેકની બાકીની જગ્યા
અભિષેક શર્માની જગ્યા ટીમમાં બચી ગઈ હતી. T20 ઇન્ટરનેશનલમાં સારી શરૂઆત બાદ સતત સંઘર્ષ કરી રહેલા અભિષેક પર બહાર થવાનો ખતરો હતો. પોતાની બીજી મેચમાં સદી ફટકારનાર અભિષેક સતત સાત ઇનિંગ્સમાં 50 રન સુધી પહોંચી શક્યો નહોતો. તેમણે દક્ષિણ આફ્રિકામાં તેની છેલ્લી બે ઇનિંગ્સમાં 50 અને 36 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમમાં તેમને સ્થાન મળ્યું છે.
ભારતની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર.
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝનું શેડ્યૂલ
પ્રથમ મેચ - 22 જાન્યુઆરી - કોલકાતા
બીજી મેચ - 25 જાન્યુઆરી - ચેન્નાઈ
ત્રીજી મેચ - 28 જાન્યુઆરી - રાજકોટ
ચોથી મેચ - 31 જાન્યુઆરી - પુણે
પાંચમી મેચ - 2 ફેબ્રુઆરી - મુંબઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે