વેચાઇ જશે અનિલ અંબાણીની ત્રણ કંપનીઓ, કોણ છે દેવામાં ડૂબેલી આ કંપનીઓને ખરીદનાર
Anil Ambani: અનિલ અંબાણીના હાથમાંથી કંપનીઓ નિકળી રહી છે. જલદી જ અનિલ અંબાણીના હાથમાંથી ત્રણ કંપનીઓ નિકળી શકે છે. ઇંશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા જલદી જ તેને લીલીઝંડી મળી જશે.
Trending Photos
Anil Ambani Reliance Capital: એશિયાના સૌથી અમીર અને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી મુશ્કેલ સમયમાં પસાર થઇ રહ્યા છે. તેમની કંપની પર મોટું દેવું છે. દેવામાં ડૂબેલી કંપનીઓને બચાવવાનો રસ્તો શોધવામાં આવી રહ્યો છે. એકતરફ જ્યાં મુકેશ અંબાણી એક પછી એક કંપનીઓ ખરીદી રહ્યા છે તો બીજી તરફ મોટા દેવા તળે ડૂબેલા અનિલ અંબાણીના હાથમાંથી કંપનીઓ નિકળી રહી છે. જલદી અનિલ અંબાણીના હાથમાંથી ત્રણ કંપનીઓ નિકળી શકે છે. ઇંશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા જલદી જ તેને લીલીઝંડી મળી જશે.
દેશભરમાં ગરમીનું 44 થી 47 ડિગ્રીવાળું ટોર્ચર? હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગરમીએ તોડ્યો રેકોર્ડ: હિટવેવના લીધે 100 લોકોના મોત, બ્રેડ-દૂધ કરતાં બરફ બન્યો મોંઘો
એકસાથે હાથમાંથી જશે ત્રણ કંપનીઓ
ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર હિંદુજા ગ્રુપની કંપની ઇંડસઇંડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડે (IIHL) રિલાયન્સ કેપિટલની ત્રણ વિમા કંપનીઓને ખરીદવા માટે મંજૂરી મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ઇંશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે આઇઆરડીઆઇ જલદી જ તેને લીલીઝંડી આપી શકે છે. રેગ્યુલેટરીની સહમતિ મળતાં જ અનિલ અંબાણીના હાથમાંથી 3 કંપનીઓ નિકળી જશે.
Chaturgrahi Yog ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ
4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બેસ્ટ કાર્સ, 33 Km સુધીની માઇલેજ સાથે દમદાર ફીચર્સ
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ બેકરપ્સી પ્રોસીડિંગમાંથી પસાર થઇ રહી છે. દેવાળીયા પ્રક્રિયામંથી પસાર થઇ રહેલી આ નોન-બેંકિંગ નાણાકીય કંપની છે. પ્રક્રિયા પુરી થવામાં મોડું થતાં ગત અઠવાડિયે કમિટી ઓફ ક્રેડિટર્સ ઇંડસઇંડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડના 27 મેની ડેડલાઇન સુધી પુરી કરવા માટે કહ્યું હતું. આ ડીલને પુરી કરવા માટે કંપનીને IRDAI ની મંજૂરી રાહ જોઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મંજૂરી મળી જશે.
27 મેના રોજ ડેડલાઇન
નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT) તરફથી મળેલી મંજૂરી બાદ IIHL રિલાયન્સ કેપિટલને ખરીદવા જઇ રહી છે. 9650 કરોડ રૂપિયામાં રિલાયન્સ કેપિટલ તે ખરીદશે. તેના માટે NCLT એ 27મી ફેબ્રુઆરીએ મંજૂરી આપી હતી, જે 90 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે. આ ડીલ અંગે રેગ્યુલેટર IRDAI દ્વારા કેટલાક વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા. IRDAI એ IIHL ના વિવિધ શેરહોલ્ડિંગ માળખા પર પ્રશ્નો ઉઠાવ્યા. નિયમનકારે આ અંગે શેરધારકો વિશે વિગતવાર અહેવાલ માંગ્યો હતો. કંપની દ્વારા માંગવામાં આવેલા તમામ પ્રશ્નો અને માહિતી રેગ્યુલેટરને સોંપવામાં આવી છે. હવે આશા છે કે ટૂંક સમયમાં તેને IRDAI તરફથી મંજૂરી મળી જશે.
સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, SC ના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતો
આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ
27મે છે ખાસ, 9650 કરોડ રૂપિયાની ચૂકવણી
તમને જણાવી દઇએ કે આ ડીલ અનુસાર રિલાયન્સ કેપિટલની રિલાયન્સ જનરલ અને રિલાયન્સ હેલ્થમાં 100% અને રિલાયન્સ નિપ્પોન લાઇફમાં 51% ભાગીદારી કંપની IIHL ને વેચશે. તેના માટે ગત વર્ષે આઇઆઇએચએલએ 9650 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવવામાં આવી હતી. હવે તેના માટે કંપનીને 27 મે સુધી ચૂકવણી કરવાની છે. રિલાયન્સ કેપિટલના બિઝનેસને IIHL ને ટ્રાંસફર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા તરફથી મંજૂરી મળી ગઇ હતી, જોકે 17મે ના રોજ સમાપ્ત થઇ રહી છે. RBI એ આ મંજૂરી 17 નવેમ્બર કરી દીધી હતી, જે ફક્ત છ મહિના માટે માન્ય હતી, જો ડેડલાઇન પુરી થવા સુધી આ પ્રક્રિયા પુરી થતી નથી તો પછી આરબીઆઇ પાસે મંજૂરી માટે અરજી કરવી પડશે.
શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
કંપની પર કેટલું દેવું
29 નવેમ્બર 2021 ના રોજ આરબીઆઈએ ચૂકવણીમાં ડિફોલ્ટ અને ગવર્નન્સ લેપ્સને કારણે રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું. સપ્ટેમ્બર 2021 માં રિલાયન્સ કેપિટલે શેરધારકોને જણાવ્યું હતું કે કંપની પર 40,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે