IIT અને હાર્વર્ડમાંથી MBA કર્યા પછી ખોલી ચા ની કિટલી! આજે દેશના આ 5 ચા વાળા કરે છે કરોડોની કમાણી!
દેશના એવા 5 ચાયવાળાઓને, જેમના Idea એ MBA કરનારાઓને પાછળ મૂકી દીધા છે… થોડા પૈસાનું રોકાણ કરીને આજે આ યુવાઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમ્મી જાન કહેતી હૈ કોઈ ધંધા, છોટા નહીં હોતા....ઔર ધંધો સે બડા કોઈ ધર્મ નહીં હોતા...શાહરુખ ખાનની રઈશ ફિલ્મનો આ ફેમસ ડાયલોગ તો તમને જરૂર યાદ હશે. ફિલ્મમાં શાહરૂખનું પાત્ર ભલે નેગેટિવ કેરેક્ટરનું હોય પણ અમ્મી જાનવાળો તેનો આ ડાયલોગ ઘણી પોઝેટિવ એનર્જિ આપે છે. સાહસ થકી આવી જ સિદ્ધિઓ સર કરનારા યુવા એનતરપ્રોન્યોરની આ કહાની વાંચીને તમને પણ જીવનમાં કંઈક કરી છૂટવાની, કંઈક આગળ વધવાની જરૂર પ્રેરણા મળશે.
મળો દેશના એવા 5 ચાયવાળાઓને, જેમના Idea એ MBA કરનારાઓને પાછળ મૂકી દીધા છે… થોડા પૈસાનું રોકાણ કરીને આજે આ યુવાઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. સામાન્ય રોકાણ કરીને નાનકડો ધંધો શરૂ કર્યો અને આજે જોત જોતામાં આ યુવાઓનો ધંધો વધવા લાગ્યો છે આજે આ યુવાઓની કંપનીઓ વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ તેઓ તેમના આઉટલેટ ચલાવી રહ્યા છે. આજે તેમનું નામ એક બિઝનેસમેન તરીકે જાણીતું છે અને ઘણા યુવાનો તેમને અનુસરે છે. આવો જાણીએ એવા પાંચ યુવકો વિશે જેઓ ચાની દુકાનમાંથી સફળતાની ઉંચી ઉડાન ભરે છે…
ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ભણ્યા પછી આગળ શું કરવું તે સમજાતું નથી. તેઓ તેમની કારકિર્દી અંગે મૂંઝવણમાં રહે છે. ઘણા સફળ બિઝનેસમેન બનવાનું વિચારે છે પરંતુ નવી શરૂઆતથી ડરતા હોય છે. આજે અમે તમને એવા જ પાંચ યુવાનોની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ચાની દુકાન ખોલીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ લાખો અને કરોડોનું ટર્નઓવર ધરાવે છે. તેમની એક અલગ ઓળખ છે અને માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ તેઓ તેમના ચાય આઉટલેટ ચલાવી રહ્યા છે. આજે તેમનું નામ એક બિઝનેસમેન તરીકે જાણીતું છે અને ઘણા યુવાનો તેમને અનુસરે છે. આવો જાણીએ એવા પાંચ યુવકો વિશે જેઓ ચાની દુકાનમાંથી સફળતાની ઉંચી ઉડાન ભરે છે…
પ્રફુલ બિલોર, MBA ચા ય વાલા-
પ્રફુલ બિલોર MBA કરીને બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરવા માંગતા હતા, પરંતુ આજે તેઓ એક સફળ બિઝનેસમેન છે. વર્ષ 2017માં તેમણે પોતાની ચાની દુકાન ખોલી અને તેનું નામ MBA ચાય વાલા રાખ્યું. આજે પાંચ વર્ષ પછી તેમનું કરોડોનું ટર્નઓવર છે. ભારતના લગભગ દરેક મોટા શહેરમાં આઉટલેટ્સ છે અને અન્ય દેશોમાં પણ બિઝનેસ ચાલે છે. તેમની ઘણી ફ્રેન્ચાઈઝીમાં મોટી સંખ્યામાં લોકોને રોજગાર પણ મળી રહ્યો છે.
અનુભવ દુબે, ચાય સુટ્ટા બાર-
UPSC ની તૈયારી કરી રહેલા અનુભવ દુબેને કંઈક કરવાનો વિચાર આવ્યો જ્યારે તેમણે વર્ષ 2016માં તેમના મિત્રો આનંદ નાયક અને રાહુલ પાટીદાર સાથે ઈન્દોરમાં એક ગર્લ્સ હોસ્ટેલની બહાર ચા-કેફે સીરીઝ ‘ચાય સુટ્ટા બાર’ ખોલી. કુલહાડમાં ચા પીરસવાનો તેમનો વિચાર હિટ રહ્યો હતો અને લોકો ખાસ કરીને યુવાનો દ્વારા તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. આજે તેમનો બિઝનેસ ખૂબ સારો ટર્નઓવર કરી રહ્યો છે અને ત્રણેયની ગણતરી સફળ બિઝનેસમેનમાં થાય છે.
અમૂલેક સિંહ બિજરાલ, ચાય પોઈન્ટ-
ચાય પોઈન્ટ એ ભારતનું પ્રથમ ચા સ્ટાર્ટઅપ છે, જે દરરોજ 3 લાખ કપ ચા વેચવાનો દાવો કરે છે. અમૂલેક સિંહ બિજરાલ દ્વારા 2010 માં શરૂ કરાયેલ, ચાય પોઈન્ટ હવે માઉન્ટેન ટ્રેલ ફૂડ પ્રાઈવેટ લિમિટેડનો એક ભાગ છે. જોકે અમૂલેક સિંહ ખૂબ જ ભણેલા છે. તે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA છે અને આજે તેમનો કરોડોનો બિઝનેસ છે.
પંકજ જજ, ટી ઠેલા-
વર્ષ 2014માં પંકજ જજે ચાય ઠેલાની શરૂઆત કરી હતી. આજે તેઓ દેશભરના ઘણા શહેરોમાં આઉટલેટ ધરાવે છે. પંકજને તેના ત્રણ મિત્રો તરનજીત સપરા, પીયૂષ ભારદ્વાજ અને બિશ્નીત સિંહે ટેકો આપ્યો હતો. આજે તેમણે નોઈડા સહિત દેશના તમામ શહેરોમાં કરોડોની કમાણી કરી છે. અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે.
નીતિન સલુજા-રાઘવ વર્મા, ચાયોસ-
ચા વેચવાનો વિચાર IITians નીતિન સલુજા અને રાઘવ વર્માના મનમાં વર્ષ 2012માં આવ્યો હતો. તેણે ચાયોસ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. સાયબર સિટી ગુડગાંવમાં પહેલું આઉટલેટ ખોલ્યું અને હવે તેઓ દેશના ઘણા શહેરોમાં બહુવિધ સ્ટોર્સ ચલાવે છે. 2022ના અંત સુધીમાં 100 વધુ આઉટલેટ ખોલવાની યોજના છે. ચાયોસનો બિઝનેસ હજાર કરોડથી વધુ હોવાનું કહેવાય છે. તેમના સ્ટોર્સમાં ઘણા લોકોને રોજગારી મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે