ડેબિટ કાર્ડ વિના ATM વડે કેશ નિકાળી શકશો, જાણો પુરી પ્રોસેસ
આ સર્વિસમાં તમે તમારા સ્માર્ટફોનમાં યોનો એપ (Yono app) હશે તો એટીએમમાંથી પૈસા કાઢી શકો છો. કેશ કાઢવા માટે બેંક દ્વારા તમારા ફોન પર વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવે છે, જોકે 30 મિનિટ માટે માન્ય હોય છે. એટલે કે દર વખતે પૈસા કાઢવા માટે તમને બેંક દ્વારા નવા પાસવર્ડ આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે નવી સર્વિસની શરૂઆત કરી રહી છે. ગ્રાહકોને ડેબિટ કાર્ડ ફ્રોડથી બચવા માટે કેનરા બેંકે થોડા દિવસો પહેલાં 10,000 રૂપિયાથી વધુ કાઢવા માટે ઓટીપી જરૂરી કરી દીધો છે. તાજેતરમાં જ એટીએમ વડે કેશ કાઢતી વખતે થનાર છેતરપિંડીથી બચવા માટે એસબીઆઇ (SBI) એ યોનો સર્વિસ (Yono Service) ની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.
30 મિનિટ માટે વેલિડ હશે ટ્રાંજેક્શન
આ સર્વિસમાં તમે તમારા સ્માર્ટફોનમાં યોનો એપ (Yono app) હશે તો એટીએમમાંથી પૈસા કાઢી શકો છો. કેશ કાઢવા માટે બેંક દ્વારા તમારા ફોન પર વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવે છે, જોકે 30 મિનિટ માટે માન્ય હોય છે. એટલે કે દર વખતે પૈસા કાઢવા માટે તમને બેંક દ્વારા નવા પાસવર્ડ આપવામાં આવશે. તાજેતરમાં જ કેનેરા બેંકે એટીએમમાંથી પૈસા કાઢવા માટે ઓટીપીની સુવિધા શરૂ કરી છે. આગામી દિવસોમાં તેને બીજી બેંકો દ્વારા પણ લાગૂ કરવામાં આવશે.
ડેબિટ કાર્ડ ફ્રોડ પર લગાવ કસવાની રીત
એસબીઆઇનો તર્ક છે કે યોનો સર્વિસ દ્વારા કેશ કાઢતી વખતે થઇ રહેલી છેતરપિંડી પર લગામ કસી શકાશે. આ સર્વિસ દ્વારા કાર્ડનો ઉપયોગ કર્યા વિના ATM માંથી પૈસા કાઢી શકો છો. એસબીઆઇનું માનવું છે કે YONO યૂજ કરવાથી કાર્ડની સ્મિકિંગ અને ક્લોનિંગ બંનેમાંથી છુટકારો મળશે. તમને જણાવી દઇએ કે ઓટીપી માટે એક બેંક એટીએમને અપગ્રેડ કરવામાં લગભગ લાખ રૂપિયાનો ખર્ચ આવશે.
આ રીતે કામ કરે છે યોનો એપ
યોનો (YONO) નો અર્થ છે કે You Only Need One.આ એક પ્રકારની બેકિંગ એપ છે, તેના દ્વારા તમે ડેબિટ કાર્ડ વિના કેશ કાઢી શકો છો. જો તમે પણ યોનો દ્વરા કેશ કાઢવા માંગો છો તો સૌથી પહેલાં જરૂરી છે કે તમારા ફોનમાં YONO એપ ઇંસ્ટોલ હોવી જોઇએ. આગળ વાંચો કેશ કાઢવાની પુરી પ્રક્રિયા...
- સૌથી પહેલાં એપમાં યોનો કેશ (YONO Cash) કેટેગરી સિલેક્ટ કરો.
- તે ઓપન થતાં તમારે કેટલા પૈસા કાઢવા છે, તે નોંધો.
- હવે 6 ડિજિટના ટ્રાંજેક્શન પિન માટે સિલેક્ટ કરો. એટીએમમાંથી પૈસા કાઢતી વખતે આ પિનની જરૂર પડશે.
- સાથે જ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. આ મેસેજમાં એક ટ્રાંજેક્શન નંબર આપવામાં આવશે.
- હવે તમે એસબીઆઇના નજીકના યોનો કેશ પોઇન્ટ એટીએમ પર જાવ અને એટીએમમાં યોનો કેશ સિલેક્ટ કરો.
- તેને સિલેક્ટ કરતાં તમને ટ્રાંજેક્શન નંબર પુછવામાં આવશે, મેસેજમાં આવેલા ટ્રાંજેક્શન નંબરને એન્ટર કરવો પડશે.
- હવે એમાઉન્ટ નોંધો અને યોનો એપમાં સિલેક્ટ 6 ડિજિટનો પિન એન્ટર કરવાનો છે. પિન નાખતાં તમને કેશ મળી જશે.
- હવે અમાઉન્ટ દાખલ કરો યોનો એપમાં સિલેક્ટ 6 ડિજિટનો પિન એન્ટર કરવાનો છે. પિન નાખતાં તમને કેશ મળી જશે.
તમને જણાવી દઇએ કે કસ્ટમરને પિન અને ટ્રાંજેક્શન નંબર બંનેની મદદ વડે આગામી 30 મિનિટની અંદર કેશ કાઢવી પડશે. ત્યારબાદ આ નંબર કામ લાગશે નહી. યોનો સર્વિસનો ઉપયોગ વધતાં ધીરે-ધીરે ડેબિડ કાર્ડ ચલણમાંથી બહાર થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે