30 દિવસમાં દૂર થશે કરદાતાની ફરિયાદો, CBDTએ આપ્યો આદેશ
સીબીડીટી તરફથી આવકવેરા અધિકારીઓને તે પણ કહેવામાં આવ્યું છે કે, કરદાતાની સાથે માત્ર ઈ-મેલ દ્વારા સંપર્ક કરો.
Trending Photos
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)ને આવકવેરા અધિકારીઓને બાકી ટેક્સ વસૂલી પર ભાર આપવાનું કહ્યું છે. આ સાથે કરદાતાની સમસ્યાને 30 દિવસની અંદર ઉકેલ લાવવાનું કહેવામાં આવ્યું છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે સીબીડીટી તરફથી આવકવેરા અધિકારીઓને તે પણ કહેવામાં આવ્યું છે કે, કરદાતાની સાથે માત્ર ઈ-મેલ દ્વારા સંપર્ક કરો. ન્યૂઝ એજન્સીને સૂત્રોએ જણાવ્યું કે, સીબીડીટીના ચેરમેન પી.સી. મોદીએ ફરિયદ નિવારણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનું કહ્યું અને તેની ખાતરી કરવાનું કહ્યું કે, ફરિયાદનો ઉકેલ 30 દિવસની અંદર કરી દેવામાં આવે.
પક્ષમાં આવેલા નિર્ણયોની કરો ઓળખ
આ સિવાય સીબીડીટીના ચેરમેને આચાર્ય ચીફ કમિશનરોને તે પણ કહ્યું છે કે, તેઓ તે મામલાની ઓળખ કરે જેમાં વિભિન્ન ટ્રિબ્યુનલ્સ, કોર્ટમાં અપીલોનો નિર્ણય આવકવેરા વિભાગના પક્ષમાં આવ્યો હોય. તો આવકવેરા અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે કરદાતાની સાથે કોઈપણ સંપર્ક અને સંદેશાનું આદાન-પ્રદાન માત્ર ઈ-મેલ દ્વારા કરો. આવા મામલામાં જ્યાં વ્યક્તિગત હાજરી જરૂરી હોય તો તેવા મામલામાં ઇન્કમટેક્સના પ્રિન્સિપલ કમિશનરની મંજૂરી લેવામાં આવે.
સીબીડીટી અને CBIC વચ્ચે સમજુતી
આ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) અને કેન્દ્રિય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (સીબીઆઈસી)એ આપસમાં આંકડાના સહજ આદાન પ્રદાનને લઈને એક સહમતિ પત્ર (એમઓયૂ) પર સહી કરી છે. આ બંન્ને સંગનઠ પહેલાથી જ વિભિન્ન હાલની વ્યવસ્થાઓના માધ્યમથી આપસમાં સહયોગ કરી રહ્યાં છે.
એક સત્તાવાર નિવેદન અનુસાર, આ પહેલ માટે એક 'આંકડા આદાન-પ્રદાન સંચાલન સમૂહ'ની પણ રચના કરવામાં આવી છે. સમૂહ આંકડા આદાન-પ્રદાનની સ્થિતિની સમીક્ષા કરવા તથા આંકડા શેર કરવાની વ્યવસ્થાને પ્રભાવી અને સારી બનાવવા માટ સમય-સમય પર બેઠક કરશે.
આ સમજુતી વર્ષ 2015માં સીબીડીટી અને તે સમયે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઈસી) વચ્ચે થયેલા એમઓયૂનું સ્થાન લેશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે