અમદાવાદમાં માણો દુબઈ જેવી શોપિંગની મજા, તગડા ડિસ્કાઉન્ટની સાથે જીતો કરોડોના ઈનામ
Trending Photos
કેતન જોશી, અમદાવાદ: કપડાં, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી અથવા ઘરમાં ઉપયોગ થનારી વસ્તુઓનો સામાન ખરીદવા અથવા પછી સ્પા અને સલૂન હોય, દવાઓની ખરીદી હોય કે રેસ્ટોરન્ટમાં જમવા પર અહીં તમને બંપર ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ડિસ્કાઉન્ટની સાથે-સાથે તમે કરોડોના ઈનામ જીતી શકો છો.
જી હાં. અમદાવાદમાં દુબઇ જેવો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલમાં ગુજરાત સહિત દેશભરમાંથી તમામ વેપારીઓ ભાગ લઇ રહ્યા છે. વધુમાં વધુ લોકોને આકર્ષિત કરવા માટે આ ફેસ્ટિવલમાં ખરીદી પર તગડા ડિસ્કાઉન્ટની સાથે ઇનામ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવાનું છે. આ સમિટમાં ઘણા દેશોના પ્રતિનિધિ સામેલ થવા જઇ રહ્યા છે. સમિટમાં સામેલ થવા માટે મોટી માત્રામાં રાજકારણીઓથી માંડીને બિઝનેસમેન અમદાવાદ આવશે. આ આયોજનનો ફાયદો શહેરના વેપારીઓને પણ મળવો જોઇએ, આ વિચાર સાથે ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદમાં 17 થી 28 જાન્યુઆરી દરમિયાન ''અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ''નું આયોજન કરવામાં આવ્યું છે.
દર કલાકે 60 ઇનામ
આ ફેસ્ટિલની ખાસિયત એ છે કે દર મિનિટ ગ્રાહકોને ઇનામ મળશે. દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર કલાકે 60 ઇનામ અને રાત્રે 10 વાગ્યાથી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી દર કલાકે 20 ઇનામ આપવામાં આવશે. જો તમે કોઇ રેસ્ટોરન્ટમાં જાવ છો તો ત્યાં જમવા પર ડિસ્કાઉન્ટ મળશે. ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં, દવાઓ, જ્વેલરી, હેંડીક્રાફ્ટ, સ્પા-સલૂન સહિત દરેક વસ્તુની ખરીદી પર ગ્રાહકોને 500ની ખરીદી અથવા બિલની ચૂકવણી પર એક કૂપન મળશે અને તેના આધારે દરરોજ દર કલાકે ડ્રો થશે.
જો તમે 1000 રૂપિયા સુધી ખરીદી કરે છે અથવા જમે છે, તો તમને બે કૂપન મળશે. તેના આધારે કરોડોના ઇનામ જીતી શકો છો. ગ્રાહકોને કુલ 10 કરોડના ઇનામ રાખવામાં આવ્યા છે અને વેપારીઓ માટે પણ એક કરોડનું ઇનામ રાખવામાં આવ્યું છે.
સંપૂર્ણપણે ડિજિટલ હશે મેળો
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના પ્રમુખ જયેંદ્ર તન્નાએ જણાવ્યું હતું કે વેપારીઓ માટે રજિસ્ટ્રેશન ફી 1999 રૂપિયા રાખવામાં આવી છે. જે રજિસ્ટ્રેશન કરાવશે તેનું નામ વેબસાઇટ પર આવશે અને તેને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ સાથે જોડવામાં આવશે જેથી ગ્રાહક તે દુકાન પર જાય. દરેક દુકાનદારને ગ્રાહક માટે કંઇક ને કંઇક ડિસ્કાઉન્ટ આપવું પડશે.
ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે બધી પ્રક્રિયા ઓનલાઇન હશે અને દર કલાકે ડ્રો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. અંતિમ દિવસે બંપર ડ્રો થશે જે 29 તારીખના રોજ અમદાવાદના સ્ટેડિયમમાં રાખવામાં આવશે. આ ડ્રોમાં પ્રથમ ઇનામ એક કરોડનો ફ્લેટ આપવામાં આવશે.
પીએમ મોદી કરશે ઉદઘાટન
વડાપ્રધાન નરેંદ્ર મોદી 17 જાન્યુઆરીને આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. ગ્રાહકોને મોબાઇલ નંબર પર તેનો મેસેજ આવી જશે અને ઇનામ લાગશે તો પણ મેસેજ કરવામાં આવશે. ગ્રાહકોને બિલની ચૂકવણી કરતી વખતે મોબાઇલ નંબર આપવો પડશે, જેથી તેમને ડ્રોની સૂચના આપી શકાય. વિજેતાને તેના મોબાઇલ નંબર પર ઇનામ વિશે માહિતગાર કરવામાં આવશે. અને જ્યારે તે ઇનામ લેવા જાય છે તો ઓટીપીના આધારે ગ્રાહકને ઇનામ આપવામાં આવશે. 12 દિવસ ચાલનાર આ શોપિંગ ફેસ્ટિવલમાં કુલ 12000થી વધુ ઇનામ આપવામાં આવશે જેનો ખર્ચ 10 કરોડ રૂપિયાથી વધુ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે