ફક્ત 50 રૂપિયામાં ખરીદો આ દમદાર શેર, પૈસા લગાવશો તો મળશે સારું રિટર્ન
જો તમે પણ બજાર (Share Market) માં પૈસા લગાવવાનું વિચાર રહ્યા છે તો આજે અમે તમને જાણાવીશું કે તમે કેવી રીતે માત્ર 50 રૂપિયાના શેર ખરીદીને સારો નફો કમાઇ શકો છો. ઓછી આવકવાળા લોકો પણ આ શેરમાં પૈસા લગાવીને પોતાની કમાણીને થોડી વધારી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: જો તમે પણ બજાર (Share Market) માં પૈસા લગાવવાનું વિચાર રહ્યા છે તો આજે અમે તમને જાણાવીશું કે તમે કેવી રીતે માત્ર 50 રૂપિયાના શેર ખરીદીને સારો નફો કમાઇ શકો છો. ઓછી આવકવાળા લોકો પણ આ શેરમાં પૈસા લગાવીને પોતાની કમાણીને થોડી વધારી શકે છે. ઝી બિઝનેસ રિચર્સ ટીમના મેમ્બર આશીષ ચતુર્વેદીના અનુસાર રોકાણકારોને હાલમાં ફર્સ્ટ સોર્સ સોલ્યૂશન (first source)ના શેરોમાં રોકાણ કરવું જોઇએ.
આ સેક્ટરમાં કંપની કરી રહી છે કારોબાર
તમને જણાવી દઇએ કે ફર્સ્ટ સોર્સ સોલ્યૂશન હાલ કોન્ટેક્ટ સેન્ટર, ટ્રાંજેક્શન, પ્રોસેસિંગ, ડેટ કલેક્શનના રૂપમાં પોતાની સેવાઓ આપી રહી છે. આ ઉપરાંત કંપની બીપીઓ અને હેલ્થકેર સેક્ટર સાથે પણ જોડાયેલી છે.
આ દેશોમાં કંપની કરી રહી છે કારોબાર
કંપનીનો કારોબાર હાલ ભારત ઉપરાંત યૂએસ, યૂકે, શ્રીલંકા અને ફિલિપાઇન્સમાં પણ ફેલાયેલો છે. કંપની આ દેશોમાં સારો નફો કમાઇ રહી છે.
42 ટકા આવક યૂકેથી થાય છે
કંપનીની આવકનો લગભગ 42 ટકા ભાગ ફક્ત યૂકેથી આવે છે. આ ઉપરાંત પાઉન્ડમાં તેજીનો ફાયદો પણ કંપનીને મળી શકે છે.
લોન ઓછી કરવા પર કરી રહી છે ફોકસ
કંપની અત્યારે પોતાનું દેવું ઓછું કરવા પર ફોકસ કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ નુકસાનવાળા કારોબારમાંથી પોતાની ભાગીદારી વેચી દીધી છે.
જાણો શેરની કિંમત
અત્યારે ફર્સ્ટ સોર્સ શેરની બજાર કિંમત 42.95 રૂપિયા છે. કંપનીના શેર અત્યારે બજારમાં ગ્રીન નિશાન પર કારોબાર કરી રહ્યા છે.
કંપની પાસે છે 2015 કરોડનું રિઝર્વ
ગત 5 વર્ષોમાં કંપનીના નફામાં 15 ટકા CAGR નો વધારો થયો છે. આ ઉપરાંત કંપનીના ગ્રોથમાં પણ સતત વધારો ચાલુ છે. કંપની પાસે અત્યારે લગભગ 2015 કરોડ રૂપિયાનું રિઝર્વ કંપની પાસે છે.
ફર્સ્ટ સોર્સ પર બ્રોકર્સની સલાહ
ખરીદી- 85.7% ટકા
હોલ્ડ- 14.3% ટકા
વેચાણ- કોઇ નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે