PFને લઈને સરકારની મોટી જાહેરાત, કોરોના કાળ દરમિયાન નોકરી ગુમાવનારને મળશે રાહત
Atmanirbhar Bharat Rojgar Yojana: નવી જાહેરાત હેઠળ, ખાનગી કંપનીઓમાં નવી નિમણૂકોના કિસ્સામાં સરકાર પીએફ ખાતામાં કર્મચારીઓનો હિસ્સો પણ વહન કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રએ સોમવારે કોવિડ સંકટનો સામનો કરી રહેલા દેશને રાહત પ્રદાન કરતા રાજ્ય સરકારોની સાથે-સાથે માઇક્રો ફાઇનાન્સ ક્રેડિટ યૂઝર્સ માટે આઠ આર્થિક રાહત ઉપાયોની જાહેરાત કરી છે. આ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્માલા સીતારમને આત્મનિર્ભર ભારત રોજગાર સ્કીમને વધારી 31 માર્ચ 2022 સુધી કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધી આશરે 21.42 લાખ લાભાર્થી માટે 902 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. નવી જાહેરાત હેઠળ સરકાર ખાનગી કંપનીઓમાં નવી નિમણૂકના મામલામાં PF એકાઉન્ટમાં કર્મચારીઓના ભાગની રકમ પણ વહન કરશે.
1000 કર્મચારીઓની સ્ટ્રેન્થવાળી કંપની છે તો સંપૂર્ણ PF સરકારી ભરશે
આ યોજના હેઠળ સરકાર 1000 કર્મચારીઓની સ્ટ્રેન્થવાળી કંપનીઓમાં PF ના નિયોક્તા અને એમ્પ્લોઈ બન્નેનો ભાગ સરકાર ભરશે. 1000થી વધુ કર્મચારીવાળી કંપનીઓમાં કર્મચારીઓનો ભાગ 12 ટકા સરકાર વહન કરશે. આ સ્કીમ 1 ઓક્ટોબર 2020ના લાગૂ કરવામાં આવી હતી જે 30 જૂન 2021 સુધી હતી, હવે તેની અવધિ વધારી દેવામાં આવી છે.
કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનારને પણ રાહત
આ યોજના હેઠળ 15 હજારથી મહિને ઓછા પગાર પર EPFO- રજીસ્ટર્ડ સંસ્થામાં નોકરી મેળવનાર કોઈપણ નવા કર્મચારી હશે, તેને લાભ મળશે. 15,000 રૂપિયાથી ઓછો પગાર મેળવનાર EPF હોલ્ડરની 01.03.2020 થી 30.09.2020 સુધી કોવિડ મહામારી દરમિયાન નોકરી ગુમાવી અને 01.10.2020 થી કે ત્યારબાદ નોકરી મળે છે તો તેને પણ લાભ મળશે. કેન્દ્ર સરકાર નિમ્નલિખિત માપદંડ પર 01.10.2020 કે ત્યારબાગ લાગેલા નવા પાત્ર કર્મચારીઓના સંબંધમાં બે વર્ષ માટે સબ્સિડી આપશે.
આ છે મહત્વની જાહેરાત
આ સિવાય ઈસીજીએલએસ જેવા હાલના રાહત ઉપાયોમાં વૃદ્ધિ કરવામાં આવી છે. Micro Finance Loan users ની સાથે-સાથે પર્યટન ઉદ્યોગને લોન પ્રદાન કરવા માટે કુલ ચાર નવા ઉપાયોની જાહેરાત કરી છે. નાણામંત્રીએ તબીબી માળખાકીય સુવિધા માટે 50,000 કરોડ રૂપિયાની લોન ગેરંટીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ઈસીએલજીએસ યોજનાને 1.5 લાખ કરોડ રૂપિયા વધારવામાં આવશે. આ સિવાય સીતારમને કોવિડ પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરંટીની જાહેરાત કરી છે. આશા કરવામાં આવી રહી છે કે આ રાહત પેકેજોથી કોરોનાને કારણે સંકટમાં આવેલી અર્થવ્યવસ્થાને સહારો મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે