ખ્યાતિકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટા અને મહત્વના સમાચાર; રિમાન્ડ દરમિયાન થયો મોટો ખુલાસો

અમદાવાદની બહુચર્ચિત ખ્યાતિકાંડના કાતિલોનાં રિમાન્ડ દરમિયાન થયો મોટો ખુલાસો. ખ્યાતિ જેવી નરોડા, ગોતા અને સાબરમતીમાં હોસ્પિટલ બનાવવાનો હતો પ્લાન. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન સાથે મળીને એક જ સ્થળે મિટિંગ કરતા હતા. 

ખ્યાતિકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટા અને મહત્વના સમાચાર; રિમાન્ડ દરમિયાન થયો મોટો ખુલાસો

ઝી બ્યુરો/અમદાવાદ: ખ્યાતિકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની બહુચર્ચિત ખ્યાતિકાંડના કાતિલોનાં રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો થયો છે. જેમાં નરોડા, ગોતા અને સાબરમતી વિસ્તારમાં ખ્યાતિ જેવી હોસ્પિટલો ઉભી કરીને દર્દીઓને છેતરવાનો ખ્યાતિના ખાટકીઓનો પ્લાન હતો. કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત અને રાહુલ જૈન સાથે મળીને એક જ સ્થળે મીટીંગ કરતા હતા અને મીટિંગોમાં લીધેલા મહત્વના નિર્ણયો ડાયરીમાં લખતા હતા. કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત અને રાહુલ જઈને સાથે બેસાડીને ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતાં આ ઘટસ્ફોટ થયો છે. આ સાથે હોસ્પિટલમાં સગા સબંધીઓને સ્ટાફના નામે બતાવી પગાર દ્વારા ખોટા નાણાકીય ખર્ચ બતાવ્યા હતા.

મહત્વના નિર્ણયો ડાયરીમાં લખવામાં આવતા હતા!
ખ્યાતિકાંડ મુદે મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં ખ્યાતિ જેવી અન્ય સ્થળોએ હોસ્પિટલ બનવાનો પ્લાન હતો. જેમાં ખ્યાતિના ખાટકીઓનો નરોડા, ગોતા, સાબરમતી વિસ્તારમાં હોસ્પિટલ બનાવવાનો પ્લાન બનાવી રહ્યા હતા. આવા સ્થળે હોસ્પિટલ બનાવી દર્દીઓને છેતરવાનો પ્લાન હતો. જેમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત, રાહુલ જૈન સાથે મળીને એક જ સ્થળે મીટીંગ કરતા હોવાનો ખુલાસો થયો છે. તે દરમિયાન મીટીંગોના મહત્વના નિર્ણયો પણ ડાયરીમાં લખવામાં આવતા હતા.

સગા-સબંધીઓના નામને સ્ટાફના નામે બતાવી કરાયો કાંડ
ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત અને રાહુલ જઈને સાથે બેસાડીને પૂછપરછ કરી હતી, જેમાં આ ખુલાસા થયા છે. એક સાથે ત્રણેય આરોપીઓની કરેલી પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે અને તેમની આગામી મૂરાદની પોલીસને ખબર પડી છે. એટલું જ નહીં, તેઓ હોસ્પિટલમાં સગા-સબંધીઓના નામને સ્ટાફના નામે બતાવી પગાર દ્વારા ખોટા નાણાકીય ખર્ચ બતાવ્યા હોવાની વાત સામે આવી છે. કેસનો મુખ્ય આરોપી કાર્તિક પટેલની સૂચના મુજબ કૌભાંડ થયો હોવાનો ખુલાસો થયો છે. 

રાહુલ જૈન અને ચિરાગ રાજપુતના રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો
કેસમાં ત્રણ મુખ્ય આરોપી કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત અને રાહુલ જૈન હોવાનો ખુલાસો થયો છે. ત્રણ આરોપીઓ કૌભાંડનો પ્લાન બનાવી ગ્રામ્ય વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. રાહુલ જૈન અને ચિરાગ રાજપુતના રિમાન્ડ દરમિયાન આ ખુલાસો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news