Gold Price Forecast: સસ્તું મળશે ગોલ્ડ! આગામી સમયમાં ભાવમાં થશે મોટો ઘટાડો, જાણો એવું તો શું છે કારણ
Gold Price Forecast: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયા બાદ સોનાના ભાવમાં ભારે ઘટાડો આવી શકે છે. કિંમત ફરી એકવાર 50 હજાર રૂપિયાથી નીચે જઈ શકે છે.
Trending Photos
Gold Price Forecast: મોંઘવારીના દોરમાં સારા સમાચાર આવી રહ્યા છે. સોનું ટૂંક સમયમાં સસ્તું થઇ શકે છે. સતત વધતા ભાવ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું 300 રૂપિયા તૂટી 51600 અને ચાંદી લગભગ 700 રૂપિયા તૂટી 68200 પર બંધ થઈ છે. ત્યારે બુલિયન માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ અનુસાર, બુલિયન માર્કેટમાં સોનું 239 રૂપિયા સસ્તું થઈ 51653 રૂપિયા પર આવી ગયું છે. એક્સપર્ટ્સનું માનીએ તો આવનારા દિવસોમાં સોનાના ભાવમાં દબાણ આવી શકે છે. તેની પાછળ રશિયા યુક્રેન વચ્ચે અટકાતું યુદ્ધ હોઈ શકે છે. યુદ્ધ પૂર્ણ થવાની સ્થિતિમાં સોનાની ચાલ ઉલ્ટી પડશે.
ઓગસ્ટ 2020 માં બનાવ્યો હતો 56 હજારનો રેકોર્ડ
સોનું અત્યારે તેના રેકોર્ડ હાઈ કરતા ઘણું નીચે ટ્રેડ કરી રહ્યું છે. વર્ષ 2020 ઓગસ્ટમાં સોનાની કિંમત 5600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી હતી. પરંતુ ત્યારબાદ સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સોનાના ભાવને સપોર્ટ મળ્યો અને તે પાછા 53000 સુધી પહોંચ્યા હતા. પરંતુ ફરી એકવાર ભાવ 52000 ની નીચે છે. રેકોર્ડ હાઈ થી લગભગ 4547 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું સોનું મળી રહ્યું છે.
કેમ આવી શકે છે સોનાના ભાવમાં ભારે ઘટાડો?
એમ કે ગ્લોબલના રિપોર્ટ અનુસાર, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ પૂર્ણ થયા બાદ સોનાના ભાવમાં ભારે ઘટાડો નોંધાઈ શકે છે. કિંમત ફરી એકવાર 50 હજાર રૂપિયા નીચે જઈ શકેછે. રશિયા પાસે પણ સોનાનો ભંડાર છે અને તે તેને ગોલ્ડ માર્કેટમાં વેચાવ ઇચ્છે છે. જો આ સોનું બજારમાં આવે છે તો તેનો પુરવઠો વધશે અને કિંમતોમાં મોટો ઘટાડો આવી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની ચમક ફીકી પડશે. ત્યારે IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (કોમોડિટીઝ) અનુજ ગુપ્તાનું કહેવું છે કે સોનાની કિંમત હાલ એક રેન્જમાં ફરી રહી છે. જો રશિયા-યુક્રેન યુદ્ધ પૂર્ણ થઈ જશે તો સોનાની કિંમતમાં ભારે ઘટાડો આવી શકે છે.
કેમ પૂર્ણ થઈ શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ?
રશિયા-યુક્રેનમાં છેલ્લા 34 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેને પૂર્ણ કરવા માટે દુનિયાના ઘણા દેશો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, હવે ભારત તેમાં મોટું ભાગીદાર બનવા જઈ રહ્યું છે. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પૂર્ણ કરવાનો ફોર્મ્યૂલા ભારતમાં બનાવવાની તૈયારી છે. રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોલ અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટની યાત્રાઓને આ ફોર્મ્યુલાનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. રશિયા અને ભારતનાં સંબંધ સારા છે. અમેરિકા કરતા પણ સંબંધ સારા છે. બિડેન યુક્રેન સાથે ઉભા છે. એવામાં ભારત બંને દેશો વચ્ચે મધ્યસ્થતા સારી રીતે કરી શકે છે.
કેરેટના હિસાબથી સોનાની કિંમત
કેરેટ | ભાવ |
24 | 51653 રૂપિયા/ 10 ગ્રામ |
23 | 51446 રૂપિયા/ 10 ગ્રામ |
22 | 47314 રૂપિયા/ 10 ગ્રામ |
18 | 38740 રૂપિયા/ 10 ગ્રામ |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે