સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો આજની કિંમત
દિલ્હી સોની બજારમાં સોના-ચાંદી (Gold-Silver price today)ના ભાવમાં તેજી જોવા મળી છે. સોનાની તુલનામાં ગુરૂવારે ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગુરૂવારે દિલ્હી સોની બજારમાં સોના-ચાંદી (Gold-Silver price today)ના ભાવમાં તેજી જોવા મળી છે. સોનાની તુલનામાં ગુરૂવારે ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. HDFC સિક્યોરિટી પ્રમાણે સોનાના ભાવમાં આજે 743 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીના ભાવમાં 3,615 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી સોનાના ભાવ સતત ઘટી રહ્યાં હતા. એક સપ્તાહમાં અત્યાર સુધી સોનુ આશરે એક હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે. સોમવારે કારોબાર દરમિયાન સોનાનો ભાવ 53,040 પ્રતિ 10 ગ્રામ હતો.
સોનાનો નવો ભાવ
એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે ગુરૂવારે 10 ગ્રામ સોનાનો ભાવ 743 રૂપિયા વધીને 52508 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ પહેલા બુધવારે તે 51765 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પીળી ધાતુનો ભાવ 1,946 ડોલર પ્રતિ ઔંસ છે.
ચાંદીનો નવો ભાવ
ગુરૂવારે દિલ્હી સોની બજારમાં ચાંદીના ભાવમાં 3615 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ તેજી જોવા મળી હતી, ત્યારબાદ ચાંદીનો નવો ભાવ 68,492 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. બુધવારે કારોબાર દરમિયાન ચાંદી 64,877 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 27.38 ડોલર પ્રતિ ઔંસ છે.
આ રીતે ઑનલાઇન બુક કરો રસોઈ ગેસ સિલિન્ડર, 50 રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ
મુંબઈના ભાવમાં તેજી
આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં પણ માગ વધવાથી કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ગુરૂવારે અહીં 99.5 ટકા શુદ્ધ ચાંદીનો ભાવ 66447 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો. જ્યારે 99.5 ટકા શુદ્ધ સોનાનો ભાવ 53,331 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. 99.99 ટકા શુદ્ધ સોનાનો ભાવ અહીં 51,537 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે